Jagrut Gujarat

 શું ખરેખર AMCની બેદરકારીથી એક ૨૦ વર્ષીય યુવાનનું મોત ??
जून 17, 2025

શું ખરેખર AMCની બેદરકારીથી એક ૨૦ વર્ષીય યુવાનનું મોત ??

અમદાવાદ શહેરમાં હાલ સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે શાહીબાગના દૂધેશ્વર વિસ્તારમાં આવેલ ધર્મી સોસાયટીમાં ત્રણ માળની જર્જરિત રહેણાક ઈમારતનો એક હિસ્સો ધરાશાયી થયો હતો જેમાં ઢાબા અને સીડીનો ભાગ તૂટી પડતા કેટલાક લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અહી પહોચી હતી અને આ જોખમી ઈમારતમાંથી 16 લોકોને તાત્કાલિક બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા હતા. જોકે આ ઘટનામાં કોઇપણ પ્રકારની જાનહાની થઇ ન હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ ઈમારત લાંબા સમયથી નાજુક સ્થિતિમાં હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ ઈમારતના બાકીના ભાગનું પણ નિરીક્ષણ કરીને તેને તોડી પાડવાનું કામ શરૂ કરી શકે છે.

અમદાવાદનાં મિર્ઝાપુર વિસ્તારમાં આવેલ ઘી કાંટા નજીક ચાલુ વરસાદમાં કોર્પોરેશનના ઇલેક્ટ્રીક પોલના ખુલ્લા વાયરને કારણે કરંટ લાગતા એક યુવકનું મોત નીપજ્યું હતું જેમાં અહી આવેલી દુધવાળી પોળના નાકે જશરાજ ગોહીલ નામનો ૨૦ વર્ષીય યુવક પસાર થઇ રહ્યો હતો ત્યારે વરસાદી પાણી ભરાયા હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્ટ્રીક પોલનો વાયર ખુલ્લો હોવાના કારણે આ યુવકને કરંટ લાગતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ અહી પહોચી હતી જે બાદ યુવકના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Next Post

વડનગરની પાવન ધરતી પર 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી !!!

post-bars

One thought on “શું ખરેખર AMCની બેદરકારીથી એક ૨૦ વર્ષીય યુવાનનું મોત ??

Reply Cancel Reply

hi_INहिन्दी