Jagrut Gujarat

 “માનવ સેવા એ જ પ્રભુ સેવા: ડભોડા હનુમાન જન્મોત્સવ નિમિત્તે એલેક્ષા પ્રોપર્ટી હબ દ્વારા હજારો ભક્તોને પ્રસાદી વિતરણ”
April 5, 2026

“માનવ સેવા એ જ પ્રભુ સેવા: ડભોડા હનુમાન જન્મોત્સવ નિમિત્તે એલેક્ષા પ્રોપર્ટી હબ દ્વારા હજારો ભક્તોને પ્રસાદી વિતરણ”

“માનવ સેવા એ જ પ્રભુ સેવા: ડભોડા હનુમાન જન્મોત્સવ નિમિત્તે એલેક્ષા પ્રોપર્ટી હબ દ્વારા હજારો ભક્તોને પ્રસાદી વિતરણ”

ઇન્સ્ટાગ્રામ :-

https://www.instagram.com/reel/DWvfbGqDHmo/?igsh=MWpydWZ6bnJ3NXFsag==

યુ ટ્યૂબ :-

ફેસબુક :-

https://www.facebook.com/share/r/14YhtYoVFa9/

ટ્વિટર :-

https://x.com/i/status/2040703887422964045

જય શ્રી રામ!

ઉત્તર ગુજરાતનું પૌરાણિક અને લાખો ભક્તોની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર એટલે ગાંધીનગર પાસે આવેલું ડભોડા હનુમાનજીનું ભવ્ય ધામ. કહેવાય છે કે અહીં હનુમાન દાદા સ્વયંભૂ બિરાજમાન છે અને જે કોઈ ભક્ત સાચા હૃદયથી અહીં તેલ ચઢાવે છે, તેના તમામ દુઃખો દાદા હરી લે છે. આવા પવિત્ર ધામમાં હનુમાન જન્મોત્સવના પાવન અવસરે ભક્તિનું એક અનેરું ઘોડાપૂર ઉમટ્યું હતું, જ્યાં ‘જય શ્રી રામ’ના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પવિત્ર દિવસે જ્યારે કાળઝાળ ગરમીમાં હજારો શ્રદ્ધાળુઓ દાદાના દર્શને આવી રહ્યા હતા, ત્યારે તેમની સેવામાં ગાંધીનગરની પ્રતિષ્ઠિત સંસ્થા ‘એલેક્ષા પ્રોપર્ટી હબ’ (Alexa Property Hub) અને ‘એલેક્ષા ફાઉન્ડેશન’ ખડેપગે જોવા મળી હતી. વર્ષોની પરંપરાને જાળવી રાખીને, સંસ્થાના માલિક શ્રી સંકેત ત્રિવેદી અને તેમની સમર્પિત ટીમ દ્વારા ભવ્ય ‘સરબત વિતરણ’નું આયોજન કરવામાં આવ્યું હતું. રીઅલ એસ્ટેટ ક્ષેત્રે પારદર્શિતા અને વિશ્વાસનું પર્યાય બનેલું એલેક્ષા પ્રોપર્ટી હબ માત્ર લોકોના સપનાના ઘર જ નથી બનાવતું, પરંતુ ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ના મંત્રને પણ સાર્થક કરે છે. શ્રી સંકેતભાઈ માને છે કે વ્યવસાયમાં ગ્રાહકોનો વિશ્વાસ જીતવો એ સફળતા છે, પણ જનસેવા કરવી એ જીવનનું સાચું અને પરમ લક્ષ્ય છે. તેમની આ સેવાભાવના જોઈને ‘જાગૃત ગુજરાત’ તેમને અને તેમની સમગ્ર ટીમને સત-સત નમન કરે છે. જે રીતે એલેક્ષા પ્રોપર્ટી હબ આજે લોકોના દિલ જીતી રહ્યું છે, ભગવાન હનુમાનજી તેમને આવી જ રીતે પ્રગતિના પંથે અગ્રેસર રાખે અને સમાજ સેવામાં નિમિત્ત બનાવતા રહે તેવી મંગલ કામના. ડભોડાના દાદાની કૃપા અને એલેક્ષા ટીમનો આ સેવા યજ્ઞ અવિરત ચાલતો રહે એ જ પ્રાર્થના.

જય શ્રી રામ.. જય જય શ્રી રામ!

જાગૃત ગુજરાત ન્યૂઝ

(આમને-સામને)

Prev Post

“કલોલમાં દારૂ તો બંધ ના થયો, તો શું ગુજરાત પોલીસ આ જુગારધામ બંધ કરાવી શકશે? કોની રહેમદ્રષ્ટિ હેઠળ ચાલી રહી છે કલોલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ…”

post-bars

Leave a Comment

en_USEnglish