Jagrut Gujarat

 LCB સ્કોડ-2 દ્વારા શાહપુર વિસ્તારમાંથી MD ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની કરવામાં આવી ધરપકડ !!!
अगस्त 9, 2025

LCB સ્કોડ-2 દ્વારા શાહપુર વિસ્તારમાંથી MD ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની કરવામાં આવી ધરપકડ !!!

અમદાવાદ શહેરમાંથી દારૂ-જુગારના દૂષણને નાથવા ઉપરાંત ડ્રગ્સને નાબૂદ કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ખાસ આદેશ કરતા પોલીસ એક્ટિવ બની ગઇ છે ત્યારે LCB ઝોન-2 સ્કવોર્ડની ટીમે શહેરના શાહપુર વિસ્તારમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે. DCP ઝોન-2 ભરત રાઠોડની ટીમના PSI કે.ડી.પટેલને માહિતી મળી હતી કે, ઘી કાંટા રાણછોડરાયના મંદિર પાસેની પઠાણની ખડકીમાં બે યુવકો એમડી ડ્રગ્સનું વેચાણ કરવા માટે આવ્યા છે જેને પગલે કે. ડી. પટેલ પોતાની ટીમ સાથે અહી આવ્યા હતા અને બળીયાદેવના ખાંચામાં આવેલા એક મકાનમાં દરોડો પાડી બંને આરોપીને ઝડપી લીધા હતા.

 

પોલીસે આરોપીઓને ઝડપી લઇ પુછપરછ કરતાં તેમના નામ ભરત ચૌધરી અને રાહુલ પરમાર હોવાનું અને તેઓ રાજસ્થાનથી ડ્રગ્સ વેચવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે જેમાં આ બંને આરોપી સાંચોરની આઇકેર હોસ્પિટલ પાસે રહેતા વલી રજદ પાસેથી આ ડ્રગ્સ લાવ્યા હતા અને અમદાવાદ વેચવા માટે આવ્યા હતા પોલીસે તેમની પાસેથી ૪૬ હજાર ઉપરાંતની કિમતનું ૪૬ ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ કબજે કર્યું છે જ્યારે આ ડ્રગ્સનો જથ્થો આપનાર રાજસ્થાનનાં વલીરજદ નામાના આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે.

 

Prev Post

અમદાવાદમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન કરતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી બની યમદૂત!!!

Next Post

LCB-2ની ટીમ દ્વારા ચાંદખેડાના છારાનગરમાં બુટલેગર દ્વારા જમીનની અંદર દાટેલો ઇંગલિશ દારૂ શોધી કાઠ્યો..

post-bars

Leave a Comment

hi_INहिन्दी