Jagrut Gujarat

 શું લાગે છે, ગુજરાત પોલીસની PCR લોકોની સલામતી માટે છે કે ખુલ્લેઆમ ઉઘાડી લૂંટ કરવા માટે??
दिसम्बर 12, 2025

શું લાગે છે, ગુજરાત પોલીસની PCR લોકોની સલામતી માટે છે કે ખુલ્લેઆમ ઉઘાડી લૂંટ કરવા માટે??

ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/reel/DSJ2kkjjwpn/?igsh=MXF6bHdkNXJ3MHZtdA==

ફેસબુક:-

https://www.facebook.com/share/r/1Brmo1r9UL/

ટ્વિટર:-

https://x.com/i/status/1999376132819550304

શું લાગે છે, ગુજરાત પોલીસની PCR લોકોની સલામતી માટે છે કે ખુલ્લેઆમ ઉઘાડી લૂંટ કરવા માટે??

 

SP રિંગ રોડ “ભાટ સર્કલ પાસે ‘ખાખી’ને લજવતું કૃત્ય!

કાયદાના રક્ષકો જ જ્યારે લક્ઝરી બસના ચાલકોને લૂંટવા મેદાને પડે, ત્યારે સામાન્ય જનતા સુરક્ષાની આશા કોની પાસે રાખે?”

“શું ગુજરાત પોલીસની વર્દી હવે ‘લાઈસન્સ ટુ લૂંટ’ બની ગઈ છે?

પ્રજાના ટેક્સના પૈસે પગાર લેતી પોલીસને શું ‘હપ્તા વસૂલી’ અને ‘તોડબાજી’ કરવાનો પરવાનો મળી ગયો છે?

આ રક્ષક છે કે ભક્ષક?”

“ચાંદખેડા PI સાહેબ, તમારી હદમાં આ ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી છે તે શું તમારા ધ્યાનમાં નથી?

આ વીડિયો વાયરલ થયા પછી પણ જો ખાતાકીય પગલાં ન લેવાય, તો શું સમજવું? તમારું મૌન એ ભ્રષ્ટાચારમાં ભાગીદારી છે?”

“શું ‘સલામત ગુજરાત’ના દાવાઓ માત્ર કાગળ પર જ છે?

આખા રાજ્યમાં હાઈવે પર ચાલતી આ ‘વર્દીધારી દાદાગીરી’ સામે તંત્ર કેમ ઘૂંટણીયે પડી ગયું છે?

શું આ ઉઘાડી લૂંટ ઉપરવાળાના આશીર્વાદથી ચાલે છે?”

“માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, આપની ‘ઝીરો ટોલરન્સ’ પોલિસી માત્ર ભાષણો પૂરતી જ સીમિત છે? શું આપના પોલીસ વિભાગમાં ચાલતી આ ‘ઉઘાડી લૂંટ’ પર આપ દાખલારૂપ કાર્યવાહી કરવાની હિંમત દેખાડશો કે પછી બધું ‘ઘી ના ઠામમાં ઘી’ પડી જશે?”

 

જાગૃત ગુજરાત ન્યૂઝ

(આમને-સામને)

Prev Post

શું AMC પૂર્વ ઝોનની બાંધકામ શાખા ભ્રષ્ટાચારનું સહુથી મોટુ “એપિસેન્ટર” બની ગયું છે??

Next Post

Mule Bank Account Holder” દ્વારા સાયબર ફ્રોડથી ગેંગ જેતપુર સિટી પોલીસના સિંકજા માં….

post-bars

Leave a Comment

hi_INहिन्दी