શું ગુજરાતમાં પોલીસ જ સુરક્ષિત નથી કે શુ??રીક્ષા ચાલકનો મહિલા હોમગાર્ડ પર એસિડ અટેક !!!
કલોલ તાલુકાના છત્રાલ ગામે ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ એટેક થતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી જેમાં કલોલના છત્રાલ ઓવરબ્રિજ નીચે હોમગાર્ડના જવાનો ટ્રાફિક નિયમનની ફરજ બજાવી રહ્યા હતા તે સમયે એક રિક્ષા આડી ઊભી હોવાથી ફરજ પર હાજર એક મહિલા હોમગાર્ડે રિક્ષાચાલકને રિક્ષા યોગ્ય જગ્યાએ ઉભી રાખવા જણાવ્યું હતું જેથી રિક્ષાચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે મહિલા હોમગાર્ડ સાથે બોલાચાલી કરી હતી જે બાદ રિક્ષાચાલકને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો જ્યાં પોલીસે તેને સમજાવીને છોડી મૂક્યો હતો અને મહિલા હોમગાર્ડ ફરીથી પોતાની ફરજ પર પરત ફર્યા હતા.
જોકે રિક્ષાચાલકના મનમાં આ બાબતે વેર ભરાઈ ગયું હતું જેથી પોલીસ મથકથી છૂટ્યા બાદ રિક્ષાચાલક અદાવત રાખીને લગભગ અડધો કલાક બાદ એસિડની બોટલ લઈને અહી આવ્યો હતો અને ફરજ બજાવી રહેલી મહિલા ઉપર એસિડ વડે હુમલો કરી ફરાર થઇ ગયો હતો જેમાં એક મહિલા હોમગાર્ડ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે કલોલ ડિવિઝનના DySP પી. ડી. મનવરે જણાવ્યું હતું કે, આ હુમલામાં એક મહિલા હોમગાર્ડને ઈજાઓ પહોચી હોવાથી હાલ તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે જ્યારે પોલીસે રિક્ષાચાલક અશોક રાવતની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરુ કરી છે.