Jagrut Gujarat

 શરમજનક! વી નગરનાં વાયરલ વીડિયોનું વજન શુન્ય ? ૮ દેશી દારૂના અડ્ડાના સજ્જડ પુરાવા આપ્યા છતાં કાર્યવાહી પણ શૂન્ય? Dysp સાહેબ શું તમે કોઈ એક્સન લઇ શકશો??
फ़रवरी 22, 2026

શરમજનક! વી નગરનાં વાયરલ વીડિયોનું વજન શુન્ય ? ૮ દેશી દારૂના અડ્ડાના સજ્જડ પુરાવા આપ્યા છતાં કાર્યવાહી પણ શૂન્ય? Dysp સાહેબ શું તમે કોઈ એક્સન લઇ શકશો??

શરમજનક! વી નગરનાં વાયરલ વીડિયોનું વજન શુન્ય ? ૮ દેશી દારૂના અડ્ડાના સજ્જડ પુરાવા આપ્યા છતાં કાર્યવાહી પણ શૂન્ય?

Dysp સાહેબ શું તમે કોઈ એક્સન લઇ શકશો??

ઇન્સ્ટાગ્રામ :-

https://www.instagram.com/reel/DVDjZWqEV-z/?igsh=bmR2dzk5b3E2અઝફ્ટ

યુ-ટ્યૂબ:-

ફેસબુક :-

https://www.facebook.com/share/r/1CDJWh61pA/

 

વીવેકાનંદ નગર પોલીસ ઊંઘતી રહી અને અમે બીજા ૯ અડ્ડા શોધી કાઢ્યા! ટોટલ ૧૭ લોકેશન જાહેર: DySP સાહેબ, શું હવે ‘લઠ્ઠાકાંડ’ની રાહ જોવાઇ રહી છે?

દેખાડા પૂરતી કાર્યવાહી કેમ?: જ્યારે ન્યૂઝ આવે ત્યારે એક-બે દિવસ અડ્ડા બંધ રહે છે અને પોલીસ ગયા પછી તરત શટર ખુલી જાય છે. શું આ ‘સંતાકૂકડી’ ની રમત ઉચ્ચ અધિકારીઓના ઈશારે રમાય છે?

LCB અને SMC ક્યાં છે?: સ્થાનિક પોલીસ તો શંકાના દાયરામાં છે જ, પણ LCB અને SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) ની ગુપ્તચર શાખા શું કરે છે? શું 17 જગ્યાએ દારૂ વેચાય અને તમને ગંધ પણ નથી આવતી?

કાયદો કોના માટે?: સામાન્ય માણસ હેલ્મેટ વગર નીકળે તો દંડ વસૂલો છો, અને અહીં બુટલેગરો ખુલ્લેઆમ કાયદાના લીરેલીરા ઉડાડે છે. શું વિવેકાનંદ નગરમાં ‘પ્રોહિબિશન એક્ટ’ લાગુ નથી પડતો?

નામજોગ સવાલ: PI સાહેબ, શું એવું તો નથી ને કે અડ્ડા બંધ કરાવવાને બદલે તમારી ટીમ બુટલેગરોને ‘પત્રકારથી સાચવીને રહેજો’ તેવી ટીપ્સ આપી રહી છે?

હપ્તાખોરીનું ગણિત: 8 અડ્ડા હતા ત્યારે પોલીસ ચૂપ હતી, હવે 17 અડ્ડા પકડાયા છે. જનતા જાણવા માંગે છે કે અડ્ડા વધવાથી પોલીસની ‘આવક’ વધી છે કે ‘આબરૂ’ ઘટી છે?

SP સાહેબ, આ 17 લોકેશન પર જો 24 કલાકમાં કાયમી તાળા નહીં વાગે, તો શું એમ સમજવું કે અમદાવાદ ગ્રામ્ય પોલીસ બુટલેગરો સામે ઘૂંટણીયે પડી ગઈ છે?

👉 “અમે જવાબ માંગી રહ્યા છીએ કારણ કે અમને ગુજરાતની સુરક્ષાની ચિંતા છે. જો જવાબ નહીં મળે તો હવે જનતા જવાબ માંગશે!”

જાગૃત ગુજરાત ન્યૂઝ

(આમને-સામને)

Prev Post

“સત્તાના નશામાં ચૂર કલ્પેશ ભરવાડ: વિવેકાનંદ નગર પોલીસ હવે ગુનેગારોને બદલે ‘જાગૃત ગુજરાત’ની ટીમને ફસાવવાની ગણતરીમાં?”

Next Post

વી નગર પોલીસ ઊંઘતી રહી અને અમે બીજા ૯ અડ્ડા શોધી કાઢ્યા! ટોટલ ૧૭ લોકેશન જાહેર: DySP સાહેબ, શું હવે ‘લઠ્ઠાકાંડ’ની રાહ જોવાઇ રહી છે?

post-bars

Leave a Comment

hi_INहिन्दी