Jagrut Gujarat

 વટવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મુન્ની બુટલેગરે ખોલી નાખી પોલીસની પોલ… મુન્ની ખુદ કહે છેવટવામાં વહીવટ દારે 300 દારૂના સ્ટેન્ડની આપી છે પરમિશન…
जनवरी 25, 2026

વટવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મુન્ની બુટલેગરે ખોલી નાખી પોલીસની પોલ… મુન્ની ખુદ કહે છેવટવામાં વહીવટ દારે 300 દારૂના સ્ટેન્ડની આપી છે પરમિશન…

વટવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મુન્ની બુટલેગરે ખોલી નાખી પોલીસની પોલ… મુન્ની ખુદ કહે છે વટવામાં વહીવટદારે 300 દારૂના સ્ટેન્ડની આપી છે પરમિશન…

 

ઇન્સ્ટાગ્રામ:-

 

https://www.instagram.com/reel/DT7RyfQkeeY/?igsh=MWp6d2dnY3d2MHo0Yg==

 

યુ-ટ્યૂબ :-

 

 

ફેસબુક:-

 

https://www.facebook.com/share/v/1CEgJ3ieh7/

 

ટ્વિટર:-

 

https://x.com/i/status/2015349372666720690

 

જાગૃત ગુજરાતના ખુફિયા કેમેરા સામે મુન્ની બુટલેગરના આ ચોંકાવનારા ખુલાસા બાદ, વટવા પોલીસ સ્ટેશનના PI, પોલીસ તંત્ર અને સરકાર સામે અમુક સવાલો ઉભા થઇ રહ્યા છે.

૧. પોલીસની જાણ બહાર કે ભાગીદારી?

વટવા જેવા વિસ્તારમાં એકલ-દોકલ નહીં પણ ૩૦૦થી વધુ દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોય, તો શું સ્થાનિક પોલીસ તંત્ર ઘોર નિદ્રામાં છે? કે પછી પોલીસની સીધી રહેમનજર અને ભાગીદારી હેઠળ જ આ “દારૂનું ડાયરેક્ટરેટ” ચાલી રહ્યું છે?

૨. કોણ છે આ ‘વહીવટદાર’ યુવરાજસિંહ?

બુટલેગર મુન્ની દ્વારા જે ‘યુવરાજસિંહ’ નામના વહીવટદારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે હકીકતમાં કોણ છે? પોલીસ ખાતામાં સત્તાવાર હોદ્દો ન હોવા છતાં, સરકારી કાયદાની વિરુદ્ધ જઈને દારૂ વેચવાની “પરમિશન” આપવાની સત્તા તેને કોણે આપી? શું તે PI નો વહીવટદાર છે?

 

૩. પુરાવા સામે છે, તો કાર્યવાહી કેમ નહીં?

જ્યારે એક બુટલેગર જાહેરમાં મીડિયાના કેમેરા સામે કબૂલાત કરી રહી છે અને નામ આપી રહી છે, ત્યારે પોલીસ હજુ કયા મુહૂર્તની રાહ જોઈ રહી છે? આ વિડીયો પુરાવાને આધારે તાત્કાલિક ધોરણે જવાબદાર અધિકારીઓ અને બુટલેગરો પર ગુનો નોંધી ધરપકડ કેમ કરવામાં આવતી નથી?

 

૪. ગાંધીના ગુજરાતમાં કાયદો કોના માટે?

ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો છે, તેવું સરકાર દાવા કરે છે. પરંતુ જો માત્ર એક પોલીસ સ્ટેશનની હદમાં ૩૦૦ અડ્ડા ચાલતા હોય, તો શું દારૂબંધીનો કાયદો માત્ર સામાન્ય જનતાને ડરાવવા માટે જ છે? બુટલેગરો અને ભ્રષ્ટ અધિકારીઓ માટે કાયદો ગજવામાં છે?

 

૫. ઉચ્ચ અધિકારીઓનું મૌન કેમ?

શું આટલા મોટા પાયે ચાલતા દારૂના નેટવર્કની જાણ ACP, DCP કે કમિશનર કક્ષાએ નથી? જો જાણ છે તો આંખ આડા કાન કેમ કરવામાં આવે છે? શું આ “વહીવટ” નો રેલો ઉપર સુધી પહોંચે છે કે કેમ?

 

જાગૃત ગુજરાત ન્યૂઝ

(આમને – સામને)

Prev Post

જાગૃત ગુજરાત ન્યૂઝ પેપર (12-01-2026)

Next Post

વટવાની મુન્ની બુટલેગર નો દાવો યુવરાજ સિંહ એક નઈ બે નઈ પણ 300 થી વધુ દેશી અને ઇંગ્લિશ દારૂ ના સ્ટેન્ડને આપી છે ખુલ્લી પરમિશન…

post-bars

Leave a Comment

hi_INहिन्दी