નર્મદા કેનાલમાં ઝવેરા પધરાવા જતા પિતાનો પગ લપસતા પુત્રીની આંખ સામે જ પાણીમાં થયો ગરકાવ!!!
ગાંધીનગર પાસે અડાલજ નર્મદા કેનાલમાં ઝવેરા પધરાવા ગયેલા ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં સર્જન ડોક્ટર નિરવ બ્રહ્મભટ્ટનો પગ લપસી જતા કેનાલમાં ડૂબી જવાથી તેમનું મોત નીપજયું હતું. ડૉ. નીરવ બ્રહ્મભટ્ટ તેમની છ વર્ષની દીકરી સાથે ઝવેરા પધરાવા માટે અડાલજની મુખ્ય નર્મદા કેનાલ પાસે ગયા હતા અને બાળકીને સાઈડમાં ઉભી રાખીને કેનાલની નજીક ગયા હતા પરંતુ અચાનક તેમનો પગ લપસતા તેઓ સીધા કેનાલમાં ગરકાવ થઈ ગયા હતા અને કેનાલના ધમધમતા પ્રવાહમાંથી બહાર નીકળવા માટેના પ્રયત્નો કરવા લાગ્યા હતા જેથી દીકરીએ બુમાબુમ કરતાં નજીકમાં હાજર રિક્ષાચાલકો અહી દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ડૉ. નીરવને બહાર કાઢયા હતા.
ડૉ. નીરવ કેનાલમાં ડૂબવાને કારણે મોટી માત્રામાં પાણી પી ગયા હોવાથી તેમને તાત્કાલિક નજીકના અડાલજ સીએચસી આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ બાદનો ઘટનાસ્થળનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં રિક્ષાચાલકને માસૂમ બાળકી પોતાના પિતા ડૂબ્યા હોવાની જગ્યા બતાવી મદદ માટે વિનંતી કરી રહી છે અને પપ્પા વગર મને નહિ ગમે તેવું જણાવી રહી છે. જો કે તંત્ર દ્વારા પણ થોડા દિવસો પહેલા જવારા પધરાવવા માટે નદી કે કેનાલ નજીક ના જવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી ત્યારે આ ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
https://youtu.be/r0BXvZrmhmU?si=-FSHuKkFFbhi2ovz