Jagrut Gujarat

 ગાંધીનગર વિધાનસભાથી માત્ર ૨૦ કિમી દૂર ‘દારૂનુંi કેપિટલ’ કલોલ! ‘જાગૃત ગુજરાત’ નું મેગા સ્ટિંગ ઓપરેશન !
मार्च 15, 2026

ગાંધીનગર વિધાનસભાથી માત્ર ૨૦ કિમી દૂર ‘દારૂનુંi કેપિટલ’ કલોલ! ‘જાગૃત ગુજરાત’ નું મેગા સ્ટિંગ ઓપરેશન !

🔥 વિધાનસભાથી માત્ર ૨૦ કિમી દૂર ‘દારૂનું કેપિટલ’ કલોલ! ‘જાગૃત ગુજરાત’ નું મેગા સ્ટિંગ ઓપરેશન લાઈવ! 🔥

ઇન્સ્ટાગ્રામ :-

https://www.instagram.com/reel/DV5I43SMkn5/?igsh=NjZqY2F4eWZtYWJ5

યુ ટ્યૂબ :-

ફેસબુક :-

https://www.facebook.com/share/r/1Ghkwzk73M/

ટ્વિટર :-

https://x.com/i/status/2033063797972476183

🔥ગાંધીના ગુજરાતમાં કલોલ શહેર પોલીસની નાક નીચે દારૂબંધીના કાયદાના શરેઆમ ઊડતા લીરેલીરા!🔥

❓ સવાલ ૧ (સ્થાનિક પોલીસને): કલોલ શહેર PI ચુડાસમા સાહેબ! તમારા જ નાક નીચે અને પોલીસના કહેવાતા કડક પેટ્રોલિંગ વચ્ચે ૧૦-૧૦ અડ્ડાઓનું લાઈવ સ્ટિંગ થઈ જાય અને સૂત્રો મુજબ ૫૦+ અડ્ડા ધમધમતા હોય, તો શું આ તમારી બાતમીદાર સિસ્ટમની નિષ્ફળતા છે કે પછી બુટલેગરો સાથેની કોઈ ‘મૌન સંમતિ’?

🚨 ગાંધીનગર પોલીસ અને ગૃહ વિભાગની ઊંઘ હરામ કરતો સૌથી મોટો ખુલાસો!🚨

❓ સવાલ ૨ (૪ કથિત વહીવટદારોને): લોકમુખે ચર્ચાતી આ ૪ ની કથિત ચોકડી – રાજવીરસિંહ યાદવ, ધર્મેન્દ્રસિંહ ચાવડા, લાભુભાઈ દેસાઈ અને સેક્ટર-૭ ના વીરેન્દ્રસિંહ ડાભી… આખરે કલોલમાં કયા ‘કલેક્શન’ નો વહીવટ ચલાવે છે? શું આ કથિત વહીવટદારો જ ખાખી વર્દીના અસલી માલિકો બની બેઠા છે? હિંમત હોય તો તટસ્થ તપાસ માટે આમના મોબાઈલ લોકેશન ચેક કરો!

❓ સવાલ ૩ (LCB અને મોટા સાહેબોને): આખા ગુજરાતમાં માત્ર ગાંધીનગર જ એવો જિલ્લો છે જ્યાં LCB ની બબ્બે શાખા છે અને SP સાહેબની છબી ‘જાંબાઝ’ છે! તો પછી કલોલમાં આ દારૂનું નેટવર્ક કેમ નથી દેખાતું? આખા રાજ્યમાં સપાટો બોલાવતી સ્ટેટ વિજિલન્સ (SMC) અહીં રેડ કરતા કેમ ધ્રૂજે છે? શું ભ્રષ્ટાચારની ‘મલાઈ’ છેક ઉપર સુધી જાય છે કે શું?

❓ સવાલ ૪ (ગૃહમંત્રીશ્રીને): માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ! તમારા ‘એક્શન-મોડ’ ના દાવાઓ વચ્ચે, વિધાનસભાથી માત્ર ૨૦ કિમી દૂર કલોલમાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે! શું દારૂબંધીનો કાયદો માત્ર ભાષણો અને કાગળ પર જ રહી ગયો છે? કલોલની જનતાને ઝેરી દારૂથી બચાવવા માટે જવાબદારો પર સસ્પેન્શનનો કોરડો વીંઝાશે કે પછી માત્ર બદલીઓનું નાટક થશે?

❓ સવાલ ૫ (ષડયંત્રનો ખુલાસો): ‘જાગૃત ગુજરાત’ એ ૧૦ અડ્ડાઓના લાઈવ લોકેશન આપી દીધા છે, તો શું હવે પોલીસ અડ્ડાઓ બંધ કરાવશે કે પછી આ ભ્રષ્ટ તંત્ર પોતાનો બચાવ કરવા અને અમારો અવાજ દબાવવા માટે અમારા પર દારૂ, ડ્રગ્સ (NDPS), છેડતી કે ખંડણીનો કોઈ ખોટો કેસ ઠોકી દેવાનું ષડયંત્ર રચશે?

અહેવાલ :-

સંજય પાંડે

જાગૃત ગુજરાત ન્યૂઝ

(આમને-સામને)

Prev Post

જાગૃત ગુજરાત ન્યૂઝ પેપર (09-03-2026)

Next Post

પાર્ટ-૧ ના વિદેશી દારૂના ધડાકા પછી ‘જાગૃત ગુજરાત’ લાવ્યું છે પાર્ટ-૨: દેશી દારૂનું કથિત ‘મોત’ અને ૪ વહીવટદારોના કાળા ચિઠ્ઠા!

post-bars

Leave a Comment

hi_INहिन्दी