વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા VS સ્પામાં સ્પાની આડમાં દેહવ્યાપારનો ગોરખધંધો !!!
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતો દેહવ્યાપારનો ગોરખધંધો !!!
તારીખ 17-8-2025ના રોજ અમારી જાગૃત ગુજરાતની ટીમ વિશ્વસનીય સૂત્રો દ્વારા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા હીરામણી એપાર્ટમેન્ટની સામે હિંડોળા કોમ્પલેક્ષમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધાની માહિતી મળેલી હતી.
જાગૃત ગુજરાતની ટીમ દ્વારા આ માહિતીની પૃષ્ટિ કરવા માટે એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવેલું.
ત્યારબાદ અમારા જાગૃત ગુજરાતના ટીમ મેમ્બર દ્વારા રિપોર્ટિંગ કરતા ત્યાં કામ કરતા લોકો દ્વારા એક પત્રકાર પર જાન લેવા હુમલો કરવામાં આવેલો અને અમારા પત્રકારને રિપોર્ટિંગ કરતા પણ રોકેલા.
મળતી માહિતી અનુસાર સોનલબેન નામની વ્યક્તિ દ્વારા એક સ્પા ચલાવવામાં આવે છે જેમાં બહારની યુવતીઓ લાવીને દેહ વ્યાપારનો ધંધો કરવામાં આવે છે.
આ ધંધો ધોરા-દિવસે ખુલ્લેઆમ ચાલી રહ્યો છે તો શું વસ્ત્રાપુર પોલીસ ને ખરેખર સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ગોરખધંધા વિશે ખ્યાલ જ નથી??
હવે જોવાનું એ રહ્યું કે જાગૃત ગુજરાતના આ અહેવાલ બાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પી.આઇ સાહેબ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ??
જય હિન્દ જય ભારત….