Jagrut Gujarat

 અમદાવાદમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન કરતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી બની યમદૂત!!!
अगस्त 7, 2025

અમદાવાદમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન કરતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી બની યમદૂત!!!

અમદાવાદમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન કરતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીએ એકનો જીવ લીધો છે જેમાં આજે વહેલી સવારે ડોર-ટુ-ડોર કચરો ઉપાડતી મ્યુનિસિપલ કોર્પોરેશનની બેકાબૂ થયેલી ગાડીએ જમાલપુર પગથીયા પાસે પાંચથી છ જેટલી રિક્ષા અને બે ટૂ વ્હીલરોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટૂ-વ્હીલર પર જઈ રહેલા મોહમ્મદભાઈ નામના 50 વર્ષના આધેડ ગાડીની નીચે આવી ગયા હતા અને 30 ફૂટ સુધી ઢસડાયા હતા જેને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે થી ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ પહોચતા સ્થાનિકોએ એમ્બ્યુલન્સ બોલાવી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા ત્યારે આ ઘટનાને લઈને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.

 

અકસ્માત બાદ વાહનચાલક રાહુલ પરમાર ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ ત્યાં હાજર સ્થાનિકોએ તેણે પકડીને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની અંગેની જાણ થતાં ઇ ડિવિઝન ટ્રાફિકન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત કરનાર વાનના ડ્રાઇવર રાહુલ પરમારની અટકાયત કરી હતી જ્યારે મૃતક મોહમ્મદભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી તેમનાં પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડોર ટુ ડોર કલેક્શન કરતી ગાડીની કોન્ટ્રાક્ટર કંપનીને રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

 

Prev Post

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના હાથે ઝડપાયો 25,000 નો ઇનામી આરોપી !!!

Next Post

LCB સ્કોડ-2 દ્વારા શાહપુર વિસ્તારમાંથી MD ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની કરવામાં આવી ધરપકડ !!!

post-bars

Leave a Comment

hi_INहिन्दी