Jagrut Gujarat

 દેશની સૌથી મોટી ડિજિટલ અરેસ્ટની ઘટના ગુજરાતના પાટનગર ગાંધીનગર બની!!!
जुलाई 29, 2025

દેશની સૌથી મોટી ડિજિટલ અરેસ્ટની ઘટના ગુજરાતના પાટનગર ગાંધીનગર બની!!!

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી દેશની સૌથી મોટી ડીજીટલ એરેસ્ટની ઘટના સામે આવી છે જેમાં ગાંધીનગરની વૃદ્ધ મહિલા ડોકટરને સતત ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરી ૧૯.૨૪ કરોડની દેશની સૌથી મોટી ડીજીટલ એરેસ્તની રકમ વસુલવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરમાં રહેતા વૃદ્ધને, તમારા ફોનથી લોકોને વાંધાજનક મેસેજ કરવામા આવ્યા છે અને જે પોસ્ટ કરો છો તે વાંધાજનક હોવાથી ગુનો નોંધાયો છે અને તમારી ધરપકડ કરવામાં આવશે તેવું કહીને ધમકી આપવામાં આવી હતી જે બાદ ધરપકડથી બચવા આ વૃદ્ધ મહિલાએ પોતાના દાગીના વેચી, એફડી તોડીને તેમજ શેર વેચી અને લોન લઈને આ ટોળકીના કુલ 35 બેન્ક ખાતાંઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા ત્યારે મહિલાની ફરિયાદ બાદ એક કરોડની રકમ સુરતના વલથાણમાં રહેતા લાલજી બલદાણીયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હોવાથી પોલીસે તેની ધરપકડ કરી છે.

 

પકડાયેલ આરોપી લાલજી બલદાણીયાએ પાચ ટકા કમિશન માટે ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગના સાગરિતોને તેનું બેન્ક એકાઉન્ટ ભાડેથી આપ્યું હતું જેમાં અગાઉ પણ મોટા પ્રમાણમાં આર્થિક વ્યવહાર થયા હતા ત્યારે પોલીસનું કહેવું છે કે, ડિજિટલ એરેસ્ટની આ ઘટનામાં આરોપીઓએ મહિલાને સતત નજર કેદ રાખી ન હતી પરંતુ માત્ર સાંજે એક વખત વીડિયો કોલથી મહિલાની હાજરી લેતા હતા. આ કેસની તપાસમાં મુખ્ય આરોપી સહિતના તમામ આરોપી કમ્બોડિયામાં છે જ્યારે લાલજી સિવાયના અન્ય 6 આરોપી ગુજરાતના હોવાથી તેમની ધરપકડ કરવામાં આવશે.

 

Prev Post

સરખેજ વિસ્તારમાં ગેસ રીફિલિંગનું મોટું કૌભાંડ પકડી પાડતી અમદાવાદ SOGની ટીમ !!!

Next Post

ધારસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ દ્વારા હીરાપુર ગામમાં થેલેસીમીયા કેમ્પનું શુભારંભ !!!

post-bars

Leave a Comment

hi_INहिन्दी