બિઝનેસમેન પ્રતીક સાંધીની સાણંદ વાળી બર્થ ડે દારૂ પાર્ટી રંગમાં ભંગ પાડનાર સાણંદ પોલીસ !!!
અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ વન રિસોર્ટમાં ગઈકાલે મોડીરાત્રે હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી ચાલી રહી હતી જેની બાતમી મળતા સાણંદ પોલીસ સ્ટેશનની સાથે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ તથા 2 પંચને સાથે રાખી રેડ કરવામા આવી હતી જેમાં પોલીસે અહી દરોડો પાડી 100 લોકોને તપાસ્યા હતા જેમાંથી 13 યુવક અને 26 યુવતી મળી કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા જેથી તમામને મોડીરાત્રે જ મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં જે બાદ રાતના 3 વાગ્યાના અરસામાં તમામને સાણંદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાં હતાં અને સાણંદ પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ દારૂ પાર્ટી રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા બિઝનેસમેન પ્રતિક સાંઘીનો જન્મ દિવસ હોવાથી યોજવામાં આવી હતી ત્યારે પોલીસની રેડ દરમિયાન પ્રતિક સાંઘીના પત્ની પણ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. સમગ્ર મામલે DySP નીલમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, પોલીસ રેડમાં બર્થડે પાર્ટીના આયોજક અમદાવાદમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતીક સાંઘી હોવાનું સામે આવ્યું હતું. રેડ દરમિયાન હાજર મહિલા અને પુરુષોની બ્રેથ એનેલાયઝરથી તપાસ કરતાં ૩૯ લોકો દારુ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા સાથે જ પોલીસે સ્થળ પરથી 5 સીલબંધ દારૂની બોટલ કબજે કરી આગળની તપાસ શરુ કરી છે.