એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનો રિપોર્ટ જાહેર કરાયો!!!
અમદાવાદ વિમાન દુર્ઘટનાના એક મહિના બાદ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો દ્વારા ૧૫ પાનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ વિમાનનાં બંને એન્જિન બંધ થવાને કારણે આ અકસ્માત થયો હતો જેમાં ટેક-ઓફ પછી તરત જ પ્લેનનાં બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયાં હતા. આ સમય દરમિયાન કોકપીટ રેકોર્ડિંગ દર્શાવે છે કે એક પાઇલટે બીજા પાઈલટને પૂછ્યું હતું કે, શું તમે એન્જિન બંધ કરી દીધું છે? ત્યારે બીજા પાઈલટે ના પાડી હતી. રીપોર્ટ અનુસાર, પાઇલોટોએ એન્જિનને ફરીથી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો જેમાં એન્જિન 1 અમુક હદ સુધી ચાલુ થઈ ગયું હતું પરંતુ એન્જિન 2 ક્રેશ થાય એ પહેલાં સ્ટાર્ટ થઇ શક્યું ન હતું જેથી વિમાન માત્ર 32 સેકન્ડ માટે હવામાં રહીને ક્રેશ થઇ ગયું હતું.
સેટેલાઈટમાં રહેતા આધેડની પ્રેમસંબંધમાં થયેલ હત્યા મામલે પોલીસે એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ ચાંદખેડાના ત્રાગડ અંડરબ્રિજની નીચે મોતીભાઈને છરીના ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા ત્યારે ઘટનાની જાણ થતાં ચાંદખેડા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો જે બાદ પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે, મોતીભાઈને થોડા વર્ષો પહેલાં એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો જેની અદાવત રાખીને તેમના બે પરિચિત વ્યક્તિઓ દ્વારા જ આ ઘાતકી હત્યા કરવામાં આવી છે ત્યારે પોલીસે આ મામલે એક મહિલા સહિત રમેશ અને કમલેશ નામના આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ શરુ કરી છે.