Jagrut Gujarat

 શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં જૂની અદાવતમાં અપહરણ કરી યુવકની કરી નાખી હત્યા !!!
जुलाई 7, 2025

શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં જૂની અદાવતમાં અપહરણ કરી યુવકની કરી નાખી હત્યા !!!

અમદાવાદ શહેરના સરસપુરમાં રહેતા એક યુવકનું ત્રણ દિવસ પહેલા રીક્ષામાં અપહરણ કરી તેની હત્યા નીપજાવી લાશને વોરાના રોજા પાસે ફેંકી દેવાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એક સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સરસપુર શારદાબેન હોસ્પિટલ પાસે આવેલી વસાહતમાં રહેતા ૨૪ વર્ષીય ઉમંગ દંતાણીનું ગત ૩જી તારીખે રાતના સમયે કેટલાંક શખ્સોએ રીક્ષામાં અપહરણ કર્યું હતું જે બાદ તેની તિક્ષ્ણ હથીયારોથી હત્યા નીપજાવી તેના મૃતદેહને વોરાના રોજા પાસે ફેંકી દીધો હતો જેને પગલે પોલીસ કાફલો અહી પહોચ્યો હતો અને આ અંગે શહેરકોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વોરાના રોજા પાસેથી આ યુવકનો મૃતદેહ મળતા શહેરકોટડા પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમોએ આરોપીઓને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સુમિત પટણી, અમિત પટણી અને અન્ય એક સગીરને ઝડપી લીધા હતા જ્યારે અન્ય આરોપીઓ રોહન પટણી, આકાશ પટણી અને પુનમ પટણી ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, સુમિત પટણીને મૃતક સાથે છેલ્લા ચાર વર્ષથી ચાલતા ઝઘડાની અદાવત હોવાથી તેણે અને તેના સાગરીતો ઉમંગ દંતાણીનું અપહરણ કરી હત્યા નીપજાવી દીધી હતી.

Prev Post

અમદાવાદના વાડજમાં મહિલાની હત્યા, શું મહિલાઓ પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી??

Next Post

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલના ભાજપ સરકાર પર આકરા આક્ષેપો!!!

post-bars

Leave a Comment

hi_INहिन्दी