મનરેગા યોજનામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા દ્વારા ભ્રષ્ટાચાર !!!
ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના મનરેગા યોજનાનાં 430 જેટલાં કામમાં 7.30 કરોડના ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા બાદ તેમના દીકરાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ SITની રચના કરવામાં આવી હતી ત્યારે પોલીસ ગત મોડીરાત્રે ગીર સોમનાથથી હીરા જોટવાને ભરૂચ લઇ આવી હતી જ્યાં પૂછપરછ બાદ હીરા જોટવા અને હાંસોટના ટીડીઓ કચેરીના આઉટસોર્સિંગ કર્મચારી રાજેશ ટેલરની પણ ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ મનરેગા કૌભાંડના આરોપી હીરા જોટવા અને રાજેશ ટેલરને પોલીસ કાફલા સાથે ભરૂચ કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યાં કોર્ટે બંનેના 6-6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મનરેગા કૌભાંડ મામલે હીરા જોટવા બાદ તેમના દીકરા દિગ્વિજય જોટવાની પણ ધરપકડ કરવામાં આવી છે. હીરા જોટવાનાં પુત્ર દિગ્વિજય જોટવા તાજેતરમાં જ સુપાસી ગ્રામ પંચાયતથી ચૂંટણી લડીને સરપંચ બન્યા હતા અને બે દિવસ પહેલા જ તેમના સરપંચ બનવાની ઉજવણીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા ત્યારબાદ હવે તેમની ધરપકડ થતાં રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઇ હતી.
https://youtu.be/cCnn9l3tTD0?si=CxNgrSjcGaN9r07t