AMC ની બેધારી નીતિનો પર્દાફાશ: “સામાન્ય જનતાનાં ઘર પર બુલડોઝર અને ઉત્તર અને પૂર્વ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ બનાવતા માફિયાઓ પર મહેરબાની કેમ?”
AMC ની બેધારી નીતિનો પર્દાફાશ: “સામાન્ય જનતાનાં ઘર પર બુલડોઝર અને ઉત્તર અને પૂર્વ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ બનાવતા માફિયાઓ પર મહેરબાની કેમ?”
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/reel/DSjWFKSjz_l/?igsh=MWppaDMwbHl2ZWkzcA==
(1) “સામાન્ય માણસના ઘરની એક ઈંટ પણ ખસે તો AMC ની ‘બાજ નજર’ ત્યાં પહોંચી જાય છે, પણ ઉત્તર અને પૂર્વ ઝોનમાં ગેરકાયદેસર બિલ્ડીંગોના ‘તાજમહેલ’ ખડકાઈ જાય છે, ત્યારે AMC ના બુલડોઝરને કયો ‘લકવો’ મારી જાય છે? શું કાયદો માત્ર સીધા સાદા નાગરિકોને ડરાવવા માટે જ બનાવ્યો છે?”
યુ-ટ્યૂબ:-
(2) “વોર્ડમાં ચકલી પણ ફરકે તો ખબર હોય, તો પછી આ વોર્ડ ઇન્સ્પેક્ટરોને રાતોરાત ઉભા થતા ગેરકાયદેસર બાંધકામો કેમ દેખાતા નથી? શું ઉત્તર અને પૂર્વ ઝોનના અધિકારીઓ આંખે ‘ગાંધી બાપુ’ (ચલણી નોટો) ના ચશ્મા પહેરીને બેઠા છે કે પછી ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યા છે?”
(3) “T.D.O. અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ… ટેબલ પર ગેરકાયદેસર બાંધકામની અરજીઓ આવે છે ત્યારે એ રદ્દીની ટોપલીમાં જાય છે કે પછી ‘સેટિંગ’ ના ખાનામાં? ફરિયાદો મળવા છતાં કાર્યવાહી ન થવી, એ શું સાબિત કરે છે? કે દાળમાં કાળું નથી, પણ આખી દાળ જ કાળી છે?”
ટ્વિટર:-
https://x.com/i/status/2002963346480619611
(4) “AMC નો એસ્ટેટ વિભાગ ‘લોકોની સેવા’ માટે છે કે પછી ‘બિલ્ડરોની મેવા’ ખાવા માટે? ઉત્તર અને પૂર્વ ઝોનમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પરનું ભેદી મૌન એ ચીંધી રહ્યું છે કે, ભ્રષ્ટાચારની ઉધઈ સિસ્ટમના પાયા સુધી પહોંચી ગઈ છે.”
ફેસબુક:-
https://www.facebook.com/share/r/1BAcxU63kY/
(5) “કમિશનર બંછાનિધિ પાની સાહેબ, આપના ‘એક અમદાવાદ, એક AMC’ ના સૂત્રનો અર્થ શું એવો થાય છે કે ‘એક તરફ કાયદો અને બીજી તરફ ફાયદો’? જો ખરેખર દમ હોય તો ઉત્તર અને પૂર્વ ઝોનના માફિયાઓ દ્વારા બનાવવામાં આવતા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવીને બતાવો, બાકી તો જનતા હવે સમજી જ ગઈ છે કે AMC એટલે ‘ઓલ માફિયાઝ કંપની’!”
જાગૃત ગુજરાત ન્યૂઝ
(આમને-સામને)