Jagrut Gujarat

 સરખેજ વિસ્તારમાં ગેસ રીફિલિંગનું મોટું કૌભાંડ પકડી પાડતી અમદાવાદ SOGની ટીમ !!!
July 28, 2025

સરખેજ વિસ્તારમાં ગેસ રીફિલિંગનું મોટું કૌભાંડ પકડી પાડતી અમદાવાદ SOGની ટીમ !!!

અમદાવાદ SOGની ટીમે સરખેજ વિસ્તારમાં રેડ પાડી ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ પકડી પાડ્યું છે જેમાં ઘરના ઉપયોગ માટે મળતા સબસિડીવાળા LPG ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરી કોમર્શિયલ સિલિન્ડરમાં રિફિલ કરીને મોંઘા ભાવે વેચવામાં આવતા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે SOGની ટીમને માહિતી મળી હતી કે, સરખેજ વિસ્તારમાં સનાથલ સર્કલ નજીક એક ગોડાઉનની અંદર ગેરકાયદેસર ગેસ સિલિન્ડર રીફીલીંગનું કૌભાંડ ચાલી રહ્યું છે જેના આધારે પોલીસ ઇન્સપેક્ટર એ. એસ. ગોહિલ અને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર પી. વી. દેસાઇએ તેમની ટીમ સાથે અહી દરોડો પાડી તપાસ કરતાં ગેસ રીફીલીંગ કરી રહેલા ૨ શખ્સો મળી આવ્યા હતા.

 

સ્થળ પર રહેલા રાજેશ પરમાર અને હરજી પરમાર નામના આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, ગેસ એજન્સીઓમાં કામ કરતા લોકો પાસેથી ગેસ સિલિન્ડર લાવીને તેમાંથી બે થી ત્રણ કિલો ગેસ કાઢીને અન્ય ગેસ સિલિન્ડરમાં ભર્યા બાદ સીલને ફરીથી લગાવીને પરત કરવામાં આવતા હતા. આ ઉપરાંત, હોટલો અને અન્ય સ્થળોએ પણ આ ગેસ સીલીન્ડર સપ્લાય કરવામાં આવતા હતા ત્યારે પોલીસે સ્થળ પરથી કોમર્શીયલ અને ડોમેસ્ટીક વપરાશના ૨૪૧ જેટલા ગેસ સિલિન્ડર સહિત ગેસ રીફીલીંગ કરવા માટેના સાધનો પણ જપ્ત કર્યા હતા.

 

Prev Post

4 આંતકવાદીઓ ગુજરાત ATS નાં સિકંજામાં !!!

Next Post

દેશની સૌથી મોટી ડિજિટલ અરેસ્ટની ઘટના ગુજરાતના પાટનગર ગાંધીનગર બની!!!

post-bars

Leave a Comment

en_USEnglish