“સત્તાના નશામાં ચૂર કલ્પેશ ભરવાડ: વિવેકાનંદ નગર પોલીસ હવે ગુનેગારોને બદલે ‘જાગૃત ગુજરાત’ની ટીમને ફસાવવાની ગણતરીમાં?”
“સત્ય છે તો કડવું તો લાગશે જ ને: શું વિવેકાનંદનગર પોલીસને એટલે કે સત્તાધારી અધિકારીઓને દર્પણ બતાવું “‘જાગૃત ગુજરાત’ને પડશે ભારે??”
ઇન્સ્ટાગ્રામ :-
https://www.instagram.com/reel/DUKnt6tDKu2/?igsh=ZmtuZW1rMzA0aWto
યુ-ટ્યૂબ:-
ટ્વિટર:-
https://x.com/i/status/2017519033369903143
ફેસબુક :-
https://www.facebook.com/share/v/183fSUNRn3/
“સત્તાના નશામાં ચૂર કલ્પેશ ભરવાડ: વિવેકાનંદ નગર પોલીસ હવે ગુનેગારોને બદલે ‘જાગૃત ગુજરાત’ની ટીમને ફસાવવાની ગણતરીમાં?”
૧. ધમકી કે ફરજ?: કલ્પેશ ભરવાડ દ્વારા ફોન પર ‘બતાવી દઈએ હવે’ જેવા શબ્દોનો પ્રયોગ કરવો એ શું ખાખી વર્દીનો અહંકાર છે? શું આ એક જાગૃત પત્રકારને પોતાની ફરજ બજાવતા રોકવા માટે આપવામાં આવેલી ખુલ્લી ધમકી નથી?
૨. નામથી આટલી એલર્જી કેમ?: વિસ્તારમાં ગેરકાયદે દારૂ વેચાય તેનાથી પોલીસને વાંધો નથી, પણ જવાબદાર PI બારીયા સાહેબનું નામ લેવાય તેનાથી આટલી તકલીફ કેમ? શું પોલીસ માટે જનતાના સ્વાસ્થ્ય કરતા સાહેબની છબી વધુ મહત્વની છે?
૩. રક્ષક કે ભક્ષક?: સત્ય દેખાડનાર ‘જાગૃત ગુજરાત’ની ટીમને ખોટા કેસોમાં ફસાવવાની જે આશંકા સેવાઈ રહી છે, શું તે સાબિત કરે છે કે પોલીસ હવે ગુનેગારોને પકડવાને બદલે સત્યનો અવાજ દબાવવાનું કામ કરશે?
૪. સ્વૈચ્છિક કામગીરી કે દબાણનું પરિણામ?: વિવેકાનંદ નગર પોલીસ દ્વારા જે દારૂના અડ્ડા બંધ કરાવવાની વાતો થાય છે, તે તેમની નૈતિક જવાબદારી સમજીને કરાઈ છે કે પછી સ્ટિંગ ઓપરેશન બાદ ઉચ્ચ અધિકારીઓના ડરથી લેવાયેલું પગલું છે?
૫. સત્તાનો દુરુપયોગ: શું “સત્તા સામે શાણપણ ના કરાય” એ કહેવતનો ઉપયોગ કરીને પોલીસ તંત્ર લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયાને ડરાવવા માંગે છે? શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ છે, પોલીસ અધિકારીઓ માટે નહીં?
૬. માનસિક સતામણીનો જવાબ કોણ આપશે?: જો સત્ય ઉઘાડું પાડવા બદલ ‘જાગૃત ગુજરાત’ની ટીમને શારીરિક કે માનસિક રીતે હેરાન કરવામાં આવશે, તો તેની જવાબદારી કોની રહેશે? શું રાજ્યનું ગૃહ વિભાગ આવા ઉદ્ધત પોલીસકર્મીઓ સામે લાલ આંખ કરશે?
૭. પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠ?: જ્યારે પોલીસ અધિકારી બુટલેગરો સામે લડવાને બદલે પત્રકારો સામે લડવા મેદાનમાં આવે, ત્યારે શું એવું ન માનવું જોઈએ કે દારૂના અડ્ડાઓ પાછળ પોલીસના આશીર્વાદ અને ‘હપ્તા પ્રથા’ જવાબદાર છે?
૮. જનતાની અદાલતમાં ન્યાય ક્યારે?: ‘જાગૃત જનતા’ અને ‘જાગૃત ગુજરાત’ જ્યારે મેદાને પડી છે, ત્યારે શું ઉચ્ચ અધિકારીઓ આખા મામલાની નિષ્પક્ષ તપાસ કરશે કે પછી પોતાના જ વિભાગના ભ્રષ્ટ અને ધમકી આપતા કર્મચારીઓને છાવરવાનું કામ કરશે?
જાગૃત ગુજરાત ટીમની તમામ “પત્રકાર મિત્રો તેમજ જાગૃત જનતા”ને નમ્ર અપીલ 🙏 છે કે સત્યની સાથે અમારો સાથ આપે અને આપણે સાથે મળીને ખોટા કામો વિરુદ્ધ ઝુંભેશ ચલાવશું….
જય હિન્દ… જય ભારત…જય સંવિધાન…
જાગૃત ગુજરાત ન્યૂઝ
(આમને-સામને)