શું ગુજરાતમાં પણ હવે યુપી બિહાર જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે..???
અમદાવાદ શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં યુગલે છરી વડે હુમલો કરી હોમગાર્ડ જવાનની હત્યા નિપજાવી દેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બદ્દરૂદ્દીન શાહ નામના યુવકે ‘મેરી બીવી કે સામને ક્યું દેખતા હૈ’ હોવાનું કહી બોલાચાલી કરી હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળી પર છરીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં કિશનના પેટના આંતરડા બહાર આવી ગયા હતા અને તરફડીયા મારી રહ્યો હતો જે બાદ તેનું મોત નીપજ્યું હતું ત્યારે પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી હત્યા નીપજાવનાર બદ્દરૂદ્દીન શાહ અને નિલમ પ્રજાપતિ નામની યુવતીને અટકાયતમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ રિક્ષાચાલકોને હેરાન પરેશાન કરતી હોવાના વિરોધમાં રિક્ષાચાલકોના 9 યુનિયનોએ આજે હડતાળની જાહેરાત કરી છે જેમાં અમદાવાદ પોલીસે રિક્ષા ચાલકો સામે ડ્રાઈવ યોજી ડ્રાઇવીંગ લાયસન્સ વગર, જરૂરી દસ્તાવેજો વગર તેમજ મોડીફાઇડ રિક્ષાઓ તપાસીને ૧,૭૧૬ જેટલા રિક્ષા ચાલકો સામે કેસ કર્યા હતા ત્યારે અમદાવાદ શહેરમાં અંદાજિત બે લાખ જેટલી રિક્ષાઓ દોડતી હોવાથી આજે હડતાળના પગલે 80 ટકા રિક્ષાઓ બંધ રહી હોવાનો રિક્ષાચાલક યુનિયને દાવો કર્યો છે જ્યારે વિદ્યાર્થીઓ અને દર્દીઓ તકલીફ ન પડે તે માટે સ્કૂલવર્ધી અને હોસ્પિટલની રિક્ષાઓ ચાલુ રાખવામાં આવી છે.