વી નગર પોલીસ ઊંઘતી રહી અને અમે બીજા ૯ અડ્ડા શોધી કાઢ્યા! ટોટલ ૧૭ લોકેશન જાહેર: DySP સાહેબ, શું હવે ‘લઠ્ઠાકાંડ’ની રાહ જોવાઇ રહી છે?
વિવેકાનંદ નગરની પોલીસ ઊંઘતી રહી અને અમે બીજા ૯ અડ્ડા શોધી કાઢ્યા! ટોટલ ૧૭ લોકેશન જાહેર: DySP સાહેબ, શું હવે ‘લઠ્ઠાકાંડ’ની રાહ જોવાઇ રહી છે?
ઇન્સ્ટાગ્રામ :-
https://www.instagram.com/reel/DVDoCecj_tM/?igsh=Znc4anFsd2Fid2x1
યુ-ટ્યૂબ :-
ફેસબુક:-
https://www.facebook.com/share/v/1DU4N8GiD1/
ઇન્ટેલિજન્સ નિષ્ફળ કેમ?:
“DySP સાહેબ, વિવેકાનંદ નગર હદ વિસ્તારમાં બીજા ૯ નવા અડ્ડા અમે શોધી કાઢ્યા, તે તમારા બીટ જમાદાર કે સ્થાનિક પોલીસ સ્ટાફના ધ્યાનમાં કેમ ન આવ્યા? શું પોલીસનું બાતમીદારોનું નેટવર્ક સાવ પડી ભાંગ્યું છે કે પછી આંખ આડા કાન થઈ રહ્યા છે?”
જવાબદારી કોની?:
“PI સાહેબ, અગાઉના ૮ અડ્ડા પર કાર્યવાહીના નામે માત્ર દેખાવો થયો હોય તેમ આજે પણ ત્યાં વેચાણ ચાલુ છે. જો કાલ સવારે આ વિસ્તારમાં કોઈ ઝેરી દારૂની ઘટના બને, તો તેની નૈતિક અને કાયદાકીય જવાબદારી કોની ગણાશે?”
કાયદાનો ડર ક્યાં?:
“તંત્રને અમારો સીધો સવાલ છે: સામાન્ય જનતા કાયદાથી ડરે છે, પણ બુટલેગરો ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે. શું વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનની હદમાં પ્રોહિબિશન (દારૂબંધી) ના કાયદાનું પાલન કરાવવામાં પોલીસ અસમર્થ છે?”
SMC ની જરૂર કેમ પડી?:
“જો સ્થાનિક પોલીસ ધારે તો ૨૪ કલાકમાં દારૂ બંધ થઈ શકે. પણ અમારે વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) અને LCB નું ધ્યાન દોરવું પડે છે, શું તે સ્થાનિક પોલીસની કામગીરી પર મોટો પ્રશ્નાર્થ નથી?”
પારદર્શિતાનો અભાવ:
“અધિકારીઓ બદલાય છે પણ અડ્ડાઓ ત્યાંના ત્યાં જ કેમ રહે છે? શું પોલીસ વિભાગ આ ૧૭ અડ્ડાઓ પર કાયમી તાળા મારીને સાબિત કરી શકશે કે તેઓ કોઈના દબાણમાં નથી?”
જાગૃત ગુજરાત ન્યૂઝ
(આમને-સામને)