Jagrut Gujarat

 “વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન: ન્યાયનું મંદિર કે પછી સામાન્ય જનતા માટે ડરનું કેન્દ્ર ?”
March 3, 2026

“વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન: ન્યાયનું મંદિર કે પછી સામાન્ય જનતા માટે ડરનું કેન્દ્ર ?”

“વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન: ન્યાયનું મંદિર કે પછી સામાન્ય જનતા માટે ડરનું કેન્દ્ર ?”

ઇન્સ્ટાગ્રામ :-

https://www.instagram.com/reel/DVb4kBWE5ZW/?igsh=Y3FvcW9namg3eTd3

યુ ટ્યૂબ :-

ટ્વિટર :-

https://x.com/i/status/2028934260636426702

ફેસબુક :-

https://www.facebook.com/share/v/1G4Ctmmnaz/

વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી રજનીકાંત ભાઈ દ્વારા થતો સત્તાનો કથિત દુરુપયોગ અને નાગરિકોની સુરક્ષા અંગે ઉઠયા ગંભીર સવાલો?

“પોલીસ પ્રજાનો મિત્ર છે કે પછી?”

૧. કાયદાકીય અધિકારનો પ્રશ્ન:

શું ભારતીય બંધારણ કે ગુજરાત પોલીસ મેન્યુઅલમાં કોઈ પોલીસ કર્મચારીને એવો અધિકાર આપવામાં આવ્યો છે કે તે માહિતી માંગવા આવેલા સામાન્ય અને નિઃશસ્ત્ર નાગરિક પર શારીરિક બળપ્રયોગ કરી શકે કે હાથ ઉપાડી શકે?

૨. નાગરિકના મૂળભૂત અધિકારનો પ્રશ્ન:

વાહન શા માટે ડિટેઇન કરવામાં આવ્યું તેનું કારણ જાણવું એ વાહનમાલિકનો કાનૂની અધિકાર છે. શું પોતાના હકની માહિતી માંગવી એ ગુનો છે? જો નાગરિકે કાયદો તોડ્યો હોય તો તેને કાયદાકીય સજા (દંડ/કેસ) થવી જોઈએ, પણ શું રસ્તા પર કે પોલીસ સ્ટેશનમાં માર મારવાની સત્તા પોલીસને કોણે આપી?

૩. પોલીસ સ્ટેશન પ્રત્યે પ્રજાના ડરનો પ્રશ્ન:

જો “રક્ષક જ ભક્ષક” બની જાય અને સામાન્ય સવાલ પૂછવા પર માર મારવામાં આવે, તો શું ભવિષ્યમાં કોઈ પીડિત કે નિર્દોષ નાગરિક પોતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવાની હિંમત કરી શકશે? શું આવા વર્તનથી પ્રજા અને પોલીસ વચ્ચેનું અંતર વધશે નહીં?

૪. ખાતાકીય કાર્યવાહી અને ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા:

શું વિવેકાનંદ નગરના PI, વિભાગના DySP કે જિલ્લાના SP સાહેબ આ કથિત ગેરવર્તણૂકની નિષ્પક્ષ તપાસનો આદેશ આપશે?

૫. ન્યાય કે આંખ આડા કાન?

જ્યારે કોઈ સામાન્ય નાગરિક ભૂલ કરે ત્યારે પોલીસ તાત્કાલિક કાયદાનો દંડો ઉગામે છે. પરંતુ જ્યારે ખાતાનો જ કોઈ કર્મચારી સત્તાના નશામાં કાયદો હાથમાં લે, ત્યારે શું તેના પર કડક ખાતાકીય પગલાં (સસ્પેન્શન કે અન્ય સખત કાર્યવાહી) લેવામાં આવશે? કે પછી ‘ખાતાકીય ભાઈચારા’ હેઠળ આ ગંભીર ઘટના પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવશે?

‘જાગૃત ગુજરાત’ ને ગુજરાત પોલીસની ન્યાયપ્રણાલી અને ઉચ્ચ અધિકારીઓની નિષ્ઠા પર પૂર્ણ ભરોસો છે. અમે આશા રાખીએ છીએ કે આ ઘટનાની તટસ્થ તપાસ થશે અને સત્તાનો દુરુપયોગ કરનાર કર્મચારી સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે, જેથી “પોલીસ પ્રજાનો પરમમિત્ર છે” એ વાક્યનો વિશ્વાસ જળવાઈ રહે.

@જાગૃત ગુજરાત ન્યૂઝ

(આમને-સામને)

Prev Post

જાગૃત ગુજરાત ન્યૂઝ પેપર (02-03-2026)

post-bars

Leave a Comment

en_USEnglish