Jagrut Gujarat

 વટવાની મુન્ની બુટલેગર નો દાવો યુવરાજ સિંહ એક નઈ બે નઈ પણ 300 થી વધુ દેશી અને ઇંગ્લિશ દારૂ ના સ્ટેન્ડને આપી છે ખુલ્લી પરમિશન…
January 25, 2026

વટવાની મુન્ની બુટલેગર નો દાવો યુવરાજ સિંહ એક નઈ બે નઈ પણ 300 થી વધુ દેશી અને ઇંગ્લિશ દારૂ ના સ્ટેન્ડને આપી છે ખુલ્લી પરમિશન…

વટવાની મુન્ની બુટલેગર નો દાવો યુવરાજ સિંહ એક નઈ બે નઈ પણ 300 થી વધુ દેશી અને ઇંગ્લિશ દારૂ ના સ્ટેન્ડને આપી છે ખુલ્લી પરમિશન…

ઇન્સ્ટાગ્રામ :-

https://www.instagram.com/reel/DT7U-ALkXYx/?igsh=MTlrZnNtbHk4ZWJqYg==

યુ-ટ્યૂબ :-

ટ્વિટર :-

https://x.com/i/status/2015349372666720690

ફેસબુક:-

https://www.facebook.com/share/r/1HdfmKHga4/

જાગૃત ગુજરાતના ખુફિયા કેમેરા દ્વારા રેડ….

વટવામાં ચાલતા દેશી અને વિદેશી દારૂ પર પોલિસ કામ કરે કે ના કરે મીડિયા ફરજ જરૂર નિભાવશે…

૧. વટવા પોલીસ સ્ટેશન છે કે ‘દારૂ વિતરણ કેન્દ્ર’?

એક પોલીસ સ્ટેશનની હદમાં ૩૦૦ દારૂના અડ્ડા ધમધમતા હોય, તો શું PI સાહેબ તમારે પોલીસ સ્ટેશનના બોર્ડ પર “દારૂનું હોલસેલ માર્કેટ” લખાવી દેવું જોઈએ?

શું તમારી ગુપ્તચર શાખા (Intelligence) મરી પરવારી છે કે પછી “હપ્તાની ચટણી” ચાટવામાંથી પોલીસને ફુરસદ નથી?

૨. યુવરાજસિંહ શું વટવાનો ‘સુપર PI’ છે?

જે ‘યુવરાજસિંહ’ નું નામ બુટલેગર લઈ રહી છે, તે સરકારી ચોપડે કયા હોદ્દા પર છે? શું ખાખી વર્દી પહેરેલા અધિકારીઓએ પોતાની સત્તા અને સ્વાભિમાન આ વહીવટદારને ગીરવે મૂકી દીધા છે?

દારૂ વેચવાના ‘લાયસન્સ’ ઇશ્યુ કરવાની સત્તા આ ખાનગી માણસને આપી કોણે?

૩. સિંઘમ બનવાનો ડોળ કરતી પોલીસ મુન્ની સામે ‘મૌન’ કેમ?

સામાન્ય જનતા પાસે હેલ્મેટના દંડ ઉઘરાવતી પોલીસ, એક બુટલેગર મહિલા જ્યારે ખુલ્લેઆમ ચેલેન્જ ફેંકે છે ત્યારે કેમ ચૂપ છે?

શું પોલીસને ડર છે કે જો મુન્ની બુટલેગર પર કડક કાર્યવાહી કરી, તો ‘વહીવટ’ નો રેલો PI ની ચેમ્બરથી લઈને ઉપરના સાહેબો સુધી પહોંચી જશે?

૪. ૩૦૦ અડ્ડાની કમાણી કોના ખિસ્સા ગરમ કરે છે?

૩૦૦ અડ્ડા એટલે કરોડોનો કારોબાર! તો જનતાને જવાબ આપો કે આ કાળી કમાણીમાંથી કેટલા ટકા ‘મલાઈ’ પોલીસ સ્ટેશનમાં જમા થાય છે?

શું દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર છે અને અસલિયતમાં પોલીસ પોતે જ દારૂના ધંધાની ‘પાર્ટનર’ છે?

૫. વર્દીની શરમ બચી છે કે નહીં?

PI સાહેબ, તમારા વિસ્તારમાં એક બુટલેગર એવો દાવો કરે કે “પરમિશન” મળી છે, તે શું તમારા પોલીસ સ્ટેશનના મોઢા પર તમાચો નથી?

જો તમારા નાક નીચે આટલું મોટું નેટવર્ક ચાલતું હોય અને તમને ખબર ન હોય તો તમે ‘અક્ષમ’ છો, અને જો ખબર હોય તો તમે જનતાની નજરમાં શુ છો એ તમારે જાતે જ નક્કી કરવાનું છે?

 

જય હિન્દ… જય ભારત…

 

જાગૃત ગુજરાત ન્યૂઝ

(આમને – સામને )

Prev Post

વટવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મુન્ની બુટલેગરે ખોલી નાખી પોલીસની પોલ… મુન્ની ખુદ કહે છેવટવામાં વહીવટ દારે 300 દારૂના સ્ટેન્ડની આપી છે પરમિશન…

Next Post

AMC ઉત્તર ઝોન: “મલાઈ મારી ને જવાબદારી તારી!” – ‘શું ખરેખર TDO અને વોર્ડ ઈન્સ્પેક્ટરો વચ્ચે ચાલી રહી છે હરીફાઈ અને પ્રજા છે રામ ભરોસે!??’

post-bars

Leave a Comment

en_USEnglish