પાર્ટ-૧ ના વિદેશી દારૂના ધડાકા પછી ‘જાગૃત ગુજરાત’ લાવ્યું છે પાર્ટ-૨: દેશી દારૂનું કથિત ‘મોત’ અને ૪ વહીવટદારોના કાળા ચિઠ્ઠા!
🚨 પાર્ટ-૧ ના વિદેશી દારૂના ધડાકા પછી ‘જાગૃત ગુજરાત’ લાવ્યું છે પાર્ટ-૨: દેશી દારૂનું કથિત ‘મોત’ અને ૪ વહીવટદારોના કાળા ચિઠ્ઠા! 🚨
ઇન્સ્ટાગ્રામ :-
https://www.instagram.com/reel/DV5XBtMMcuG/?igsh=dWRkb3RtbXQyb3A0
યુ ટ્યૂબ :-
ફેસબુક :-
https://www.facebook.com/share/v/1CeFfLPD7u/
ટ્વિટર :-
https://x.com/i/status/2033124676109816201
ગાંધીના ગુજરાતમાં અને વિધાનસભાથી માત્ર ૨૦ કિમી દૂર ગરીબોની જિંદગી સાથે ફૂટબોલ જેવી રમત કોણ રમી રહ્યું છે?
કલોલ શહેરમાં ધમધમતા ‘દેશી દારૂ’ ના અડ્ડાઓનું લાઈવ લોકેશન અને બુટલેગરોના ચહેરા પરથી નકાબ ઉઠાવતું લાઈવ સ્ટિંગ!
❓ સવાલ ૧ (PI અને ‘લઠ્ઠાકાંડ’ ની શક્યતા):
કલોલ શહેર PI ચુડાસમા સાહેબ! પાર્ટ-૨ માં જે ખુલ્લેઆમ ‘દેશી દારૂ રૂપી મોત’ વેચાઈ રહ્યું છે, તે જોયા પછી પણ શું ખાખી વર્દી હજુ કોઈ મોટા ‘લઠ્ઠાકાંડ’ કે કેમિકલકાંડ થવાની રાહ જોશે? જો કાલે કોઈ ગરીબના જીવ જશે તો એની કાયદાકીય અને નૈતિક જવાબદારી તમારી રહેશે કે પછી કથિત હપ્તાખોરોની?
❓ સવાલ ૨ (વીરેન્દ્રસિંહ ડાભી અને ૪ વહીવટદારોને ખુલ્લી ચેલેન્જ):
લોકમુખે ચર્ચાતી ૪ ની કથિત ચોકડી (રાજવીરસિંહ, ધર્મેન્દ્રસિંહ, લાભુભાઈ અને સેક્ટર-૭ માં ફરજ બજાવતા વીરેન્દ્રસિંહ ડાભી) ને કલોલમાં દારૂનું કથિત નેટવર્ક ચલાવવાનો ‘કોન્ટ્રાક્ટ’ કોણે આપ્યો છે? સેક્ટર-૭ માં નોકરી કરતા વીરેન્દ્રસિંહ દિવસ-રાત કલોલમાં કયા કલેક્શન માટે બેઠા છે? શું આ લોકોના મોબાઈલ લોકેશન અને CCTV કાઢવાની પોલીસ વિભાગમાં હિંમત છે ખરી?
❓ સવાલ ૩ (SP, SMC અને મોટા સાહેબોને):
‘જાંબાઝ’ SP સાહેબ, બબ્બે LCB અને સ્ટેટ વિજિલન્સ (SMC)! શું આખી સિસ્ટમ કલોલના આ ૫૦+ કથિત અડ્ડાઓ સામે વામણી પુરવાર થઈ છે? શું ‘ખાખી જ ખાખીને બચાવે છે’ તેવો ઘાટ ઘડાયો છે, કે પછી આ દેશી દારૂની કથિત ‘મલાઈ’ નો સ્વાદ છેક ઉપર બેઠેલા મોટા સાહેબો સુધી જાય છે?
❓ સવાલ ૪ (ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને):
માનનીય ગૃહમંત્રી શ્રી! તમારા દારૂબંધીના દાવાઓ વચ્ચે વિધાનસભાથી માત્ર ૨૦ કિમી દૂર ઝેરી દારૂ વેચાઈ રહ્યો છે. શું હવે આ લાઈવ પુરાવાઓ પછી જવાબદાર અધિકારીઓ અને વહીવટદારો પર સસ્પેન્શનનો કોરડો વીંઝાશે, કે પછી માત્ર બદલીઓ કરીને ‘બધું બરાબર છે’ નો કાગળ પર રિપોર્ટ તૈયાર કરી દેવાશે?
❓ સવાલ ૫ (QR કોડનો પડકાર અને ખોટી FIR નું ષડયંત્ર):
‘જાગૃત ગુજરાત’ એ ૧૦ અડ્ડાઓના લાઈવ લોકેશન QR કોડ સાથે જનતા અને પોલીસના હાથમાં મૂકી દીધા છે! તો હવે સ્થાનિક પોલીસ બાકીના ૫૦+ અડ્ડાઓ શોધીને કડક કાર્યવાહી કરવાની હિંમત દાખવશે ખરા કે પછી અમારા પાર્ટ-3 ની રાહ જોવાશે? અને સાહેબ જો પાર્ટ 3 આવશે તો તેની જવાબદારી સ્થાનિક કલોલ શહેર PI અને Dysp સાહેબ ની જ રહશે કે શું??
✍️ – અહેવાલ :-સંજય પાંડે
જાગૃત ગુજરાત ન્યૂઝ
(આમને-સામને)