Jagrut Gujarat

 તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યો નારોલનો સિંઘલ પરિવાર !!!
September 9, 2025

તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યો નારોલનો સિંઘલ પરિવાર !!!

તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યો નારોલનો સિંઘલ પરિવાર,

 

નમસ્કાર હું દિવ્યા પંડ્યા આપ જોઈ રહ્યા છો જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે,

એક નજર આજના મુખ્ય સમાચાર પર,

 

ગઈકાલ રાત્રે અમદાવાદનાં નારોલ વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. મળતી માહિતી મુજબ, નારોલ વિસ્તારમાં રહેતા રાજનભાઈ સિંઘલ અને તેમનાં પત્ની અંકિતાબેન સિંઘલ એલજી હોસ્પિટલમાં એક સંબંધીના ખબર-અંતર પૂછી પરત આવી રહ્યા હતા ત્યારે ગોપી ફેક્ટરી પાસે પાણી ભરાયેલું હતું જેમાંથી પસાર થતી વખતે અચાનક જ ખાડો આવતાં પતિ-પત્નીને કરંટ લાગ્યો હતો અને તેઓ બેભાન થઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ અને વીજ કંપનીના અધિકારીઓ તાતકાલીક ધોરણે અહીં પોંહચી આવેલા હતા અને વીજ પુરવઠો બંધ કરી બંનેને બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોકટરે બંનેને મૃત જાહેર કર્યા હતા.

 

અમદાવાદ શહેરમાં તાજેતરમાં જ હાટકેશ્વર સ્મશાનનાં નવીનીકરણની કામગીરી દરમિયાના પણ વીજ કરંટ લાગતા એક યુવકનું મોત નીપજ્યું હતું અને આવી અનેક ઘટનાઓ અમદાવાદ શહેરમાં સામે આવી હોવા છતા મ્યુનીસીપલ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાને કારણે સામાન્ય જનતાના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.

 

નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીવાળા રોડ પર ઘણા લાંબા સમયથી ખાડાઓ પડી ગયા હોવાથી આ બાબતે અનેક રજુઆતો કરવા છતાં આવી સમસ્યાઓનો તંત્ર દ્વારા નિકાલ ન કરીને લોકોના જીવ જોખમમાં મુકવામાં આવી રહ્યા છે ત્યારે મૃતક દંપતીના પરીવારજનો દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

જય હિન્દ, જાય ભારત

 

Prev Post

ચકલાસીમાં રહેતા રહિમમીયા ચાવડાએ ચકલાસીના પી.આઈ એમ.બી. ભરવાડ વિરુદ્ધ ખેડા જિલ્લાના એસ.પી કરી અરજી…

Next Post

ઓઢવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વિરાટનગર બ્રિજ પાસે મર્સિડીઝ કાર માંથી બિલ્ડરની ડેડ બોડી મળી.

post-bars

Leave a Comment

en_USEnglish