કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ છારાનગરમાં કાયદાને નેવે મૂકીને દેશી તેમજ વિદેશી દારૂનું ખુલ્લેઆમ ધુમ વેચાણ !!!
https://www.instagram.com/reel/DR_fig7DHPK/?igsh=eHF2ajNtODE2dzF5
https://www.facebook.com/share/r/14RF5wrs8TY/
શું જીગ્નેશ મેવાણીના નિવેદન પછી રાજ્યમાં દારૂ બંધીનો અમલ થયો છે ખરા?
ગુજરાતના અડધાથી વધુ વિસ્તારોમાં દારૂની વેચાણ પર અંકુશ દેખાયો હોવાનો દાવો થાય છે… પરંતુ અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા છારા નગરમાં ખુલ્લેઆમ, બિંદાસ, કોઈ ભય વિના દેશી–વિદેશી દારૂ વહેંચાઈ રહ્યો છે — જે સિસ્ટમની કામગીરી પર સીધો સવાલ ઉઠાવે છે.
‘જાગૃત ગુજરાત’ના ખુફિયા કેમેરામાં પકડાયો છારાનગરમાં ચાલતો કાળો ધંધો…
એક નહીં… બે નહીં… પણ છારા નગરની પાંચ અલગ-અલગ જગ્યાઓ પર કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં ખુલ્લી આંખે જોઈ શકાય છે કે કેવી રીતે લોકો પડા–પડી કરીને દારૂ ખરીદવા પહોંચી રહ્યા છે.
દારૂનો ધંધો અહીં એટલો બેફામ છે કે જાણે કાયદાનો કોઇ અસ્તિત્વ જ ન હોય!
તો શું પ્રશ્નો હવે ગુજરાત પોલીસને પૂછવા પડશે?
🔥 શું કૃષ્ણનગરના પી.આઈ. અને સ્થાનિક વહીવટદાર છારા નગરનાં દારૂના ગતિવિધિઓ પર સંપૂર્ણપણે નિયંત્રણ ગુમાવી ચૂક્યા છે?
🔥 શું પોલીસ છારા નગરમાં દારૂના સિંડીકેટ સામે કાર્યવાહી કરવાનું ટાળી રહી છે?
🔥 આટલું બધું ખુલ્લેઆમ ચાલે છે — તો શું આ અડ્ડાઓ પાછળ કોઈ ‘મોટું કવચ’ કાર્યરત છે?
🔥 ગુજરાત પોલીસ પાસે આ દેશી–વિદેશી દારૂના ગેરકાયદેસર નેટવર્કને તોડવાની ઇચ્છા અને હિંમત છે કે નહીં?
🔥 કે પછી મોટા ભરણ–પોષણની આડમાં આ ‘કેમિકલ મિશ્રિત’ દારૂના ગોડાઉનો આમ જ બેફામ ધમધમતા રહેશે?
જાગૃત ગુજરાત ન્યૂઝ
(આમને-સામને)