Jagrut Gujarat

 “કાં તો ‘જાગૃત ગુજરાત’નો ઇતિહાસ પૂરો કે પછી હીરો! જેલ મંજૂર છે, પણ બુટલેગરો, ભ્રષ્ટ અધિકારીઓ અને સરકારના આ ષડયંત્ર સામે ઝૂકવું નહી!”
March 28, 2026

“કાં તો ‘જાગૃત ગુજરાત’નો ઇતિહાસ પૂરો કે પછી હીરો! જેલ મંજૂર છે, પણ બુટલેગરો, ભ્રષ્ટ અધિકારીઓ અને સરકારના આ ષડયંત્ર સામે ઝૂકવું નહી!”

“કાં તો ‘જાગૃત ગુજરાત’નો ઇતિહાસ પૂરો કે પછી હીરો! જેલ મંજૂર છે, પણ બુટલેગરો, ભ્રષ્ટ અધિકારીઓ અને સરકારના આ ષડયંત્ર સામે ઝૂકવું નહી!”

ઇન્સ્ટાગ્રામ :-

https://www.instagram.com/reel/DWahOnykcwU/?igsh=MWQ2eW80Mmg2N3oxYQ==

યુ ટ્યૂબ :-

ફેસબુક :-

https://www.facebook.com/share/v/1E6AamhpQY/

ટ્વિટર :-

https://x.com/i/status/2037753742716739838

ગુનેગાર કોણ: બુટલેગર કે પત્રકાર?

પુરાવા આપવા છતાં દારૂના અડ્ડા ચલાવનારા બુટલેગરોને પકડવાને બદલે, સત્ય ઉજાગર કરનાર પત્રકાર વિરુદ્ધ ‘ભાડૂતી માણસો’ શોધીને ખોટી FIR કરવાનું ષડયંત્ર કોના ઈશારે અને કયા હેતુથી ઘડાઈ રહ્યું છે?

૨. એક્શન મોડ ‘અડ્ડા’ માટે કે ‘અવાજ’ દબાવવા માટે?

એસ.પી. સાહેબને પુરાવા સાથે ફરિયાદ કર્યા બાદ જો તંત્ર ‘એક્શન મોડ’માં આવતું હોય, તો તે એક્શન દારૂના હાટડા બંધ કરવા માટે કેમ નહીં, પણ સત્ય બતાવનાર પત્રકારની ટીમને જેલભેગા કરવા માટે કેમ? શું પોલીસ હવે બુટલેગરોની રક્ષક બની ગઈ છે?

૩. વિધાનસભાના ઉંબરે આટલી લાચારી કેમ?

શું ગાંધીનગર પોલીસ એટલી લાચાર છે કે વિધાનસભાથી માત્ર ૪ કિલોમીટર દૂર ચાલતી દારૂની ભઠ્ઠીઓ તેને દેખાતી નથી, પણ એ ભઠ્ઠીઓ બતાવનાર પત્રકારનો ‘વાંક’ શોધવા માટે આખું તંત્ર કામે લાગી જાય છે? આ તે કેવું શાસન અને આ તે કેવી પોલીસ?

૪. જનતાનો જીવ કિંમતી કે પોલીસની ઈગો (Ego)?

શું તંત્ર માટે કોઈના ઘરનો ચિરાગ કેમિકલયુક્ત દારૂથી ઓલવાઈ જાય એના કરતા પોતાની ‘સિસ્ટમ’ સામે સવાલ ઉઠાવનારનો અવાજ દબાવવો વધુ જરૂરી છે? જો પત્રકાર પર ખોટી FIR કરવામાં જેટલી મહેનત કરો છો, એટલી અડ્ડા બંધ કરવામાં કરી હોત તો આજે પાટનગર દારૂમુક્ત ના હોત?

૫. લોકશાહીમાં પત્રકાર સુરક્ષિત નથી તો જનતાનું શું?

જો પાટનગરમાં સત્ય બતાવનાર પત્રકાર સુરક્ષિત નથી અને તેને જેલ,ખંડણી, છેડતી,એટ્રોસિટી કે NDPSના ખોટા કેસોનો ડર બતાવવામાં આવે છે, તો શું સામાન્ય જનતાએ એમ માની લેવું કે હવે બુટલેગરો અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત જ કાયદો ચલાવે છે?

જાગૃત ગુજરાત ન્યૂઝ

(આમને-સામને)

Prev Post

વિધાનસભાના ઉંબરે દીકરીઓની સુરક્ષાનો સવાલ: દારૂમુક્ત ગાંધીનગર માટે શું સરકાર અને પોલીસતંત્ર આપશે સહકાર?”

Next Post

“કલોલમાં દારૂ તો બંધ ના થયો, તો શું ગુજરાત પોલીસ આ જુગારધામ બંધ કરાવી શકશે? કોની રહેમદ્રષ્ટિ હેઠળ ચાલી રહી છે કલોલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ…”

post-bars

Leave a Comment

en_USEnglish