અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રા નીકળી જેમાં ખાડિયામાં હાથીઓ થયાં ગાંડા !!!
અમદાવાદમાં આજે દેશની બીજી સૌથી મોટી રથયાત્રાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં વહેલી સવારે ૪ વાગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિર પહોચ્યા હતા અને મંગલા આરતી કરી હતી જે બાદ ૭ વાગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથને ખેચીને રથયાત્રાનો આરંભ કરાવ્યો હતો ત્યારે આ વર્ષે પ્રથમવાર ગુજરાત પોલીસ દ્વારા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું જે બાદ ભગવાન જગન્નાથ નગચર્યાએ નીકળતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાનના દર્શનનો લ્હાવો લીધો હતો. જો કે ખાડીયા વિસ્તારમાં એક હાથી બેકાબૂ થતાં નાસભાગ મચી ગઈ હતી જે બાદ 17 હાથીમાંથી 3 હાથીને રથયાત્રામાંથી બાકાત કરી રથયાત્રાને રાબેતા મુજબ શરુ કરવામાં આવી હતી.
રથયાત્રા ભગવાનના મોસાળ સરસપુરમાં પહોચતા મહિલાઓએ ભજનની રમઝટ બોલાવી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. અહી ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હતું. અહી મોટી સંખ્યામાં ભક્તોએ ભોજન ગ્રહણ કર્યું હતું જે બાદ પરંપરાગત રીતે રથયાત્રા નિજ મંદિરે પરત ફરશે. આજની રથયાત્રામાં 17 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજા જોડાયા હતા સાથે જ હરિદ્વાર, અયોધ્યા, નાસિક, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
https://youtu.be/gqoyv4xrmQE?si=gNO2u2aidLAHLLL9