અમદાવાદનો કોઈપણ એક એવો એરિયા છે ખરા કે જેમાં દારૂની રેલમછેલ ના હોય !!!
અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલા ગોપાલ આવાસ યોજના નામના ઔડાના મકાનોમાં ગંદકી અને ગટરની સમસ્યા અને લઈને સ્થાનિક લોકો દ્વારા ભાજપના કોર્પોરેટર પ્રવિણાબેન પટેલને બોલાવવામાં આવ્યા હતા. અહી મોટી સંખ્યામાં સ્થાનિક લોકોનું ટોળું ભેગું થયું હતું અને લોકોએ અહી દારૂનું વેચાણ થતું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો જેથી આ તમામ લોકો ગોપાલ આવાસ યોજના પાસે પહોચ્યા ત્યારે દારૂની થેલીઓ ત્યાં પડેલી હતી જેથી કોર્પોરેટર પ્રવિણાબેન પટેલ દ્વારા પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને પોલીસને અહી બોલાવવામાં આવી હતી જે બાદ પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી પરંતુ પોલીસને સ્થળ પરથી કઈ મળી આવ્યું ન હતું.
જોધપુર વિસ્તારમાં આવેલ ગોપાલ આવાસ યોજનાનાં મકાનોમાં દારૂનું વેચાણ થતું હોવા અંગેની લોકોએ અનેક વખત ફરિયાદો કરી હોવા છતાં પણ પોલીસ કે સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્ય દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવતું ન હોવાના કારણે લોકો દ્વારા જનતા રેડ કરીને મહિલા કોર્પોરેટરને બોલાવવામાં આવ્યા હતા.જે બાદ આ આવાસ યોજનાના મકાનોમાં ગંદકી અને દારૂની થેલીઓ પડી હોવા અંગેના વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયા હતા ત્યારે સ્થાનિકો દ્વારા ઔડાના મકાનોમાં દારૂનું વેચાણ થતું હોવાને લઈને ઝોન-7 ડીસીપીને મળી ફરિયાદ દાખલ કરાવવામાં આવશે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું.