અંજાર શહેરમાં ફરજ બજાવતા ASI અરુણા જાદવ ની હત્યા તેના જ પ્રેમીઓ કરી નાખી !!!
અંજાર શહેરમાં ફરજ બજાવતાં ASI અરુણાબેન જાદવની પ્રેમીએ ગળું દબાવી હત્યા નીપજાવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના અંજારની ગંગોત્રી સોસાયટી-2માં અરુણાબેનના નિવાસસ્થાને બની હતી. મળતી માહિતી મુજબ, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દેરવાડા ગામના વતની અરુણાબેન અને તેમના પુરુષ મિત્ર દિલીપ ડાંગચિયા વચ્ચે કોઈ પારિવારિક બાબતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી એટલી હદે વણસી ગઈ કે દિલીપે ગુસ્સામાં આવી અરુણાબેનનું ગળું દબાવી દીધું હતું જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારે ASIની હત્યા થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મહિલા ASI અરુણાબેન જાદવ અંજાર પોલીસ સ્ટેશનમાં સહાયક સબ ઇન્સ્પેક્ટર તરીકે તૈનાત હતા જ્યારે તેમના લિવ-ઇન પાર્ટનર દિલીપ ડાંગચિયા સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે હાલ મણિપુરમાં ફરજ બજાવતા હતા ત્યારે અરુણાબેનની હત્યા કર્યા બાદ દિલીપ પોતે જ અંજાર પોલીસ મથકે હાજર થઈ ગયો હતો અને ગુનાની કબૂલાત કરી હતી. આ મામલે અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, “અરુણા અને દિલીપ 2021માં ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્કમાં આવ્યા હતા જે બાદ તેઓ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા ત્યારે હવે આ મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.