દેશના વડાપ્રધાન બે દિવસના ગુજરાત પ્રવાસે !!!
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પહોચતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પીએમ મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું જે બાદ પીએમ મોદીએ નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો કર્યો હતો ત્યારે પીએમ મોદીની એક ઝલક મેળવવા મોટી સંખ્યામાં લોકો અહી ઉમટી પડ્યા હતા જે બાદ પીએમ મોદીએ નિકોલમાં જાહેર સભાને સંબોધન કરી 5477 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા જેમાં પીએમ મોદીએ ખાસ કરીને 1624 કરોડના ખર્ચે એસપી રિંગ રોડને સિક્સ લેન બનાવવા માટે ખાતમૂહુર્ત કર્યું હતું અને સભા સંબોધ્યા બાદ તેઓ રાજભવનમાં રાત્રિ રોકાણ માટે ગાંધીનગર રવાના થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ગુજરાત પ્રવાસના આજે બીજા દિવસે તેઓ હાંસલપુર પહોચ્યા હતા જ્યાં તેઓએ મારુતિ સુઝુકી કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર ‘Maruti e Vitara’નું લોન્ચિંગ કરી બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે જે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલની વૈશ્વિક સફળતા દર્શાવે છે ત્યારે આ પ્રોજેક્ટ ભવિષ્યમાં ગુજરાતને ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનાવશે જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે અને આર્થિક વિકાસને વેગ મળશે. PM મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજનો દિવસ ભારત અને જાપાનની ફ્રેન્ડશિપને નવો આયામ આપશે. ગુજરાત અને મારુતિનો ટીનએજમાં પ્રવેશ થયો છે અને હવે આગામી દિવસોમાં મારૂતિ નવી પાંખો ફેલાવશે.