કલયુગની માતા જ બની તેની સગી દીકરીની ભક્ષક !!!
અમદાવાદમાં એક માતાએ તેની સગી દીકરીને ગળું દબાવીને મારી નાખી હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઓઢવ વિસ્તારમાં 2 જુલાઈના દિવસે 6 વર્ષની બાળકી આરુસી બપોરે 12 વાગ્યે સ્કૂલેથી ઘરે આવી હતી જે બાદ બપોરે 3.30 વાગ્યે આરોપી ઉષાએ દીકરીને ચમચીના પેકિંગના કામ અને ઘરકામમાં મદદ કરવાનું કહ્યું હતું પરંતુ દીકરીએ કામ કરવાની ના પાડતા ગુસ્સે થયેલી માતા ઉષાએ દીકરીને બે લાફા માર્યા હતા જે બાદ ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. જો કે દીકરીના મોત બાદ આરોપી મહિલાએ બચવા માટે દીકરી પથારીમાં જ સુઈ રહી હોવાની અને ઊંઘમાંથી ઊઠી જ ન હોવાનું તરકટ રચ્યું હતું.
ઘટનાના દિવસે દીકરીએ ઘરકામ અને ચમચી પેકિંગમાં મદદ ન કરતા માતાએ તેની હત્યા કરી પતિ અમિતને દીકરી સૂઈ ગયા બાદ ઉઠતી ન હોવાનો ફોન કર્યો હતો જેથી આરુશીને હોસ્પિટલ લઈ જતા તેણે ડોક્ટરે મૃત જાહેર કરી હતી જે બાદ પોલીસને મૃતદેહ શંકાસ્પદ લાગતા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું ત્યારે દીકરીના શરીર પર નિશાન અને પોસ્ટમોર્ટમના રિપોર્ટથી બાળકીની હત્યા થઈ હોવાનું સામે આવતા ઓઢવ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી માતા ઉષા લોધીની ધરપકડ કરી છે જ્યારે આ ગુનામાં અન્ય કોઈ આરોપી સામેલ છે કે નહિ તે દિશામાં તપાસ હાથ ધરી છે.