Jagrut Gujarat

 શું ગાંધીનગર મહાનગર પાલિકાની બેદરકારીએ ૭ વર્ષના માસુમ બાળકનો જીવ લીધો??
July 1, 2025

શું ગાંધીનગર મહાનગર પાલિકાની બેદરકારીએ ૭ વર્ષના માસુમ બાળકનો જીવ લીધો??

અમદાવાદ બાદ હવે ગાંધીનગર મહાનગર પાલિકાના પાપે 7 વર્ષના માસૂમ બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જેમાં સેકટર-1 ખાતે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની ખાનગી એજન્સી દ્વારા સુજલામ સુફલામ યોજના અન્વયે આર્ટિફિશિયલ તળાવ બનાવવામાં આવ્યું હતું ત્યારે આ તળાવમાં સેક્ટર-1માં રહેતો 7 વર્ષીય કુલદીપ ભરવાડ નામનું બાળક ઘરકાવ થઈ જવાથી તેનું કરુણ મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લગભગ કુલદીપ ઘરેથી 4:30 વાગ્યાની આસપાસ નીકળ્યો હતો જે મોડી સાંજ સુધી ઘરે પરત નહીં આવતાં પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી પરંતુ તેનો ક્યાંય પત્તો ન મળતા સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે આ બાળક અહીંથી મૃત હાલતમાં મળી આવ્યું હતું.

 

તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરની કથળેલી સ્થિતિ જોઈને ગાંધીનગર મહાનગર પાલિકા તેમજ પાટનગર યોજના વિભાગના અધિકારીઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી જેના બીજા દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે તાકીદની બેઠક બોલાવી સ્થિતિ સુધારવા માટે સૂચનાઓ આપી હતી તેમ છતાં તંત્રએ ઘોર બેદરકારી દાખવતાં બાળકનો જીવ ગયો છે ત્યારે આ અંગે મેયર મીરાબેન પટેલે સમગ્ર ઘટનાને વખોડી કાઢીને દુઃખ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે સંબંધિત ઘટનાની તપાસ કરવામાં આવશે અને કસૂરવાર ખાનગી એજન્સી સામે જરૂર જણાશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે.

 

Prev Post

અસ્થિર મગજના પુત્રએ પોતાના જ પિતાનું કાસળ કાઠી નાખ્યું !!!

Next Post

હાઇકોર્ટના સિનિયર વકીલ વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન જજની સામે બીયર પીતા નજરે પડ્યા !!!

post-bars

Leave a Comment

en_USEnglish