હર્ષ સંઘવી અને પોલીસ કમિશ્નર સાથે મલીને રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું !!!
અમદાવાદમાં હાલ રાજ્યની સૌથી મોટી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફરતા નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી જ્યાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો. મોસાળથી પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથને તેમના ગર્ભગૃહમાં આવેલી રત્નવેદી ઉપર ફરીથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે ત્યારે આ પવિત્ર વિધિ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રંગબેરંગી ફૂલોથી સજાવેલી ખુલ્લી જીપમાં શહેર પોલીસ કમિશનરના ઉચ્ચ અધિકારીઓ સાથે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. જોકે અષાઢી બીજનાં દિવસે અમદાવાદ સહિત ગુજરાતભરમાં નીકળનારી 213 કરતાં વધુ રથયાત્રાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સમિક્ષા બેઠક યોજી હતી જેમાં રથયાત્રાને લઈને તૈયારીઓ તેમજ સુરક્ષા વ્યવસ્થા સહીતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતની ૪૫૬૪ ગ્રામ પંચાયતો માટે 22 જૂને યોજાયેલી ચૂંટણીઓનું આજે પરિણામ જાહેર થયું છે. આજે વહેલી સવારે 9 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ હતી ત્યારે સરપંચ પદના ઉમેદવાર અને વોર્ડના સભ્યોની જીતની ઠેર ઠેર ઢોલ સાથે ઉજવણી કરવામાં આવી હતી જયારે અમુક જગ્યાએ જીતની ખુશીમાં ભાવુક દૃશ્યો પણ સર્જાયા હતા. રાજ્યમાં કુલ 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી થવાની હતી જેમાંથી 4564 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 3524 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થઈ હતી ત્યારે મતગણતરી પ્રક્રિયા માટે 13,444 કર્મચારીઓ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે 14,231 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.