jagrutgujarat.com

 ગુજરાતમાં મેડિકલ કૉલેજોની પ્રવેશ પ્રકિયા ક્યારે શરૂ થશે ??
June 23, 2025

ગુજરાતમાં મેડિકલ કૉલેજોની પ્રવેશ પ્રકિયા ક્યારે શરૂ થશે ??

હાલ માં રાજ્યની મેડીકલ કોલેજોની પ્રવેશ પ્રક્રિયા બંધ

 

કેન્દ્રની ભાજપ સરકાર કેમ ગુજરાતને અન્યાય કરી રહી હોય તેમ લાગી રહ્યું છે?

NMCના ખાડે ગયેલા વહીવટ અંગે કેમ કોઈ પગલા ભરવામાં આવતા નથી?

તેનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવકતા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજયમાં હાલમાં મેડિકલની 41 કોલેજોમા 7250, ડેન્ટલની 13 કોલેજોમાં 1255, આયુર્વેદની 44 કોલેજોમાં 3473 તેમજ હોમિયોપેથીની 148 કોલેજોમાં 16538 જગ્યાઓ ખાલી છે.

દેશમાં જયાં સુધી મેડિકલની પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થયા ત્યાં સુધી અન્ય કોઇ કોર્સની નીટ આધારિત પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ શકે તેમ નથી.

માત્ર ચાલુવર્ષે નહી પરંતુ દરવર્ષે આ પ્રકારની સ્થિતિ ઉભી કરવામાં આવે છે.

કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ મેડિકલ કમીશનમાં યોગ્ય અને જવાબદાર અધિકારીઓની નિયુક્તિ કરવી જોઇએ કે જેથી મેડિકલ અને નીટ આધારિત કોર્સમાં પ્રવેશ લેવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ વિશ્વાસ મુકીને તૈયારી કરી શકે.

રાજયમાં 81 હજાર વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષા આપ્યા બાદ હવે પ્રવેશ પ્રક્રિયા કયારે શરૂ થશે તેની રાહ જોઇ રહ્યા છે. મેડિકલની સાથે સાથે ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથીની પ્રવેશ પ્રક્રિયા થતી હોય છે. મેડિકલની કાર્યવાહી શરૂ ન થાય ત્યાં સુધી અન્ય કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી પણ થઇ શકે તેમ નથી.

Prev Post

ગુજરાત રાજ્યના તમામ ગામડાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જૂની પરંપરાગત રીતે મતદાન કરવામાં આવ્યું !!!

Next Post

છેલ્લા ૨ દિવસથી સુરતમાં મુસલધાર વરસાદથી જનજીવન અસ્તવ્યત !!!

post-bars

Leave a Comment

en_USEnglish